શોધખોળ કરો
સિવિલ-SVP હોસ્પિટલોમાં કોરોનાની સારવાર સામે હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ, જાણો શું કર્યું અવલોકન?
દર્દીઓની સારવાર યોગ્ય થવી જોઈએ, દર્દીઓને એવું ના લાગવું જોઈએ કે એમની સારવાર પશુઓની જેમ થાય છે, તેવું અવલોકન ગુજરાત હાઈકોર્ટે કર્યું હતું.

કોરોના વાયરસના સંક્રમણ મુદ્દે થયેલી જાહેર હિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં હાલ સુનાવણી થઈ રહી છે. સિવિલ હોસ્પિટલ અને એસ.વી.પી. હોસ્પિટલમાં અપાઈ રહેલી સારવાર પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, ડોકટર્સને પડી રહેલી તકલીફો, લોકોને અપાતા ખાવાની ગુણવત્તા, સ્વચ્છતાના અભાવના મુદ્દે હાઇકોર્ટે સવાલો ઉઠાવ્યા હતા. દર્દીઓની સારવાર યોગ્ય થવી જોઈએ, દર્દીઓને એવું ના લાગવું જોઈએ કે એમની સારવાર પશુઓની જેમ થાય છે, તેવું અવલોકન ગુજરાત હાઈકોર્ટે કર્યું હતું. ગુજરાત બહારના શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવા 8500 એસ.ટી. બસો દોડાવવા માંગ કરવામાં આવી. કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કરેલી અરજીમાં આ માંગ કરવામાં આવી છે. રાજ્ય સરકારે 140 જેટલા પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે કહ્યું, શ્રમિકોને એમના વતનમાં પહોંચાડવા માટે સરકાર જરૂરી પગલાં લે. નોંધનીય છે કે, અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં માઇગ્રન્ટ વર્કર, કોરોના વોરિયર્સ અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે લેવાતી મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી.
વધુ વાંચો




















