શોધખોળ કરો

હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે કે નહીં? હાઈકોર્ટે શું આપ્યો મોટો ચુકાદો? જાણો વિગત

અમદાવાદઃ લોકસભા ચૂંટણી લડવા માંગતા પાટીદાર નેતા હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. હાર્દિક પટેલની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ અરજી ફગાવતા હવે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. જોકે, હાર્દિક સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. અરજી ફગાવતાં કોર્ટનું તારણ હતું કે, આ અરજીમાં હાર્દિકે સજા સામે કરેલી અપીલ પર નિર્ણય લેવાનો નથી. એટલે પુરાવાનું મુલ્યાંકન આ અરજીમાં ના કરાય. કન્વીક્શન સ્ટે કરવાની અરજી નક્કી કરતી વખતે કેસની વિગતો સિવાય આરોપીની ઓવરઓલ વર્તણૂક અને વર્તન પણ મહત્વનું પાસુ છે. કોર્ટે નોંધ્યું કે, રાજદ્રોહહના બે ગુનાઓમાં કાયદો અને વ્યવસ્થાની બાંહેધરી પર હાર્દિકને જામની પર મુક્ત કરાયો હતો. હાર્દિકે આ શરતોનું પાલન નથી કર્યું અને 17 જેટલા બીજા ગુનાઓની એની સામે એફઆઇઆર થઈ છે. કોર્ટે એ પણ નોંધ્યું છે કે, પુરાવાનો અભાવ હોવા છતાં ટ્રાયલ કોર્ટે સજા કરી એવી હાર્દિકની દલિલ હાલના તબક્કે માની શકાય એવી નથી. હાર્દિકે દાવો કર્યો હતો, કે તેને દોષિત જાહેર કરવાનો નીચલી કોર્ટનો નિર્ણય ભૂલ ભરેલો છે. પુરાવાઓના યોગ્ય મૂલ્યાંકન કર્યા વિના જ તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ ભૂલ ભરેલા નિર્ણય પર મનાઈ હુકમ અપાવો જોઈએ. લોકસભા ચૂંટણી લડવા માટે કન્વિક્શન પર સ્ટે જરૂરી છે. હાર્દિક જનપ્રતિનિધિ બનીને લોકસભામાં લોક પ્રતિનિધિત્વ કરવા માંગે છે. જો કોર્ટ કન્વિક્શન પર સ્ટે ના આપે તો બદલી જ ના શકાય તેવી સ્થિતિનું નિર્માણ થશે. સુનાવણી દરમિયાન સરકારના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, કન્વિક્શન પર સ્ટે અસાધારણ સંજોગોમાં અપાવો જોઇએ. કન્વિક્શન પર સ્ટે આપતા પહેલા કોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં લેવા જોઈએ. માત્ર જે કેસની વાત થાય છે તે પુરતું જ નહીં પણ આરોપીના ગુનાહિત ઇતિહાસને પણ ધ્યાને લેવો જોઈએ. હાર્દિકને મહિલાઓ માટે કે અન્ય સમુદાયો માટે કોઈ માન નથી. હાર્દિકને કાયદાનો ડર ના હોય તે પ્રકારની વર્તણૂક કરે છે. લોકશાહીમાં જાહેર જીવનમાં આવનારા લોકો સ્વચ્છ છબી વાળા હોવા જોઈએ. આવા લોકો લોક પ્રતિનિધિત્વ કરે તે લોકશાહી માટે સારી બાબત નહીં. જન પ્રતિનિધી બનવા માટે ધારાસભ્ય કે સાંસદ બનવુ જરૂરી નથી. સામાજીક પ્રતિનિધિ હોવાથી અને લોકસભાની ચૂંટણી લડવી હોવાથી કોઈની સજાને સસ્પેંડ કરી શકાય નહી. બંને પક્ષોની દલીલો બાદ જસ્ટિસ એ.જી. ઉરેઝીએ બંને પક્ષોને ટકોર કરી હતી કે તેઓ પોતાની લેખિત દલીલો કોર્ટમાં રજુ કરે. નોંધનીય છે કે વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં વિસનગરની કોર્ટે કરેલી સજા સામે હાર્દિકે હાઈકોર્ટમાં અપીલ કરી છે અને સાથે જ પોતાને દોષિત જાહેર કરવાના નિર્ણય પર સ્ટેની માંગ કરી છે. જ્યારે રાજ્ય સરકારે હાર્દિક વિરુદ્ધના પુરાવાઓ કોર્ટના રેકર્ડ પર મુક્યા છે અને સોગંદનામું પણ કર્યું છે. હાર્દિકના કન્વિક્શન પર સ્ટે આપવામાં આવે તો રાજ્યની શાંતિ ફરી ડહોળાઈ શકે તેવી ભીતિ પણ વ્યક્ત કરી હતી. સરકારે એમ પણ દલીલ કરી હતી કે હાર્દિક પટેલ શાંતીપૂર્ણ રીતે પોતાનો વિરોધ કરે એનાથી કોઈને આપત્તિ નથી. હાર્દિક પટેલ પોલિટિકલ પાર્ટીમાં જોડાય એનાથી પણ કોઈને આપત્તિ નથી.આજ કાલ લોકો પોતાની લોયલ્ટી બદલતા રહે છે બધાએ જોયુ છે. આપત્તિ એ નથી કે તેણે આંદોલન કર્યુ પરંતુ પોતાના જામીન માટે તેણે કોર્ટેને જે બાંહેધરી આપી અને પાલન ના કર્યું તેની સામે વાંધો છે. હાલ હાર્દિક સામે રાજદ્રોહ સહિત 30થી વધુ ગુનાઓ નોંધાયા છે અને હાર્દિકને કાયદાનો ડર ના હોય એમ તે વર્તી રહ્યો છે. આવી વ્યક્તિને કોર્ટે રાહત આપવી જોઈએ નહીં. હાર્દિક જ્યારે પણ બોલે છે ત્યારે લોકોને ભડકાવે છે, ચૂંટણીમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget