શોધખોળ કરો

હાર્દિક લોકસભા ચૂંટણી લડી શકશે કે નહી? હાઇકોર્ટ સોમવારે આપશે ચુકાદો

અમદાવાદઃ લોકસભા ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલે કરેલી અરજી પર ગુરુવારે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળી હતી. આ મામલે કોર્ટ આવતી કાલે અથવા સોમવારે ચુકાદો આપી શકે છે. ચૂંટણી લડવા માટે હાર્દિકે કરેલી અરજી હાઇકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારીને દાખલ કરી હતી. કોર્ટે પ્રાથમિક રીતે હાર્દિક પટેલની અરજીને સ્વીકારતાં રાજ્ય સરકારને નોટિસ ઇશ્યુ કરી હતી. હાર્દિકનો દાવો છે કે તેને દોષિત જાહેર કરવાનો નીચલી કોર્ટનો નિર્ણય ભૂલ ભરેલો છે. પુરાવાઓના યોગ્ય મૂલ્યાંકન કર્યા વિના જ તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ ભૂલ ભરેલા નિર્ણય પર મનાઈ હુકમ અપાવો જોઈએ. લોકસભા ચૂંટણી લડવા માટે કન્વિક્શન પર સ્ટે જરૂરી છે. હાર્દિક જનપ્રતિનિધિ બનીને લોકસભામાં લોક પ્રતિનિધિત્વ કરવા માંગે છે. જો કોર્ટ કન્વિક્શન પર સ્ટે ના આપે તો બદલી જ ના શકાય તેવી સ્થિતિનું નિર્માણ થશે. સુનાવણી દરમિયાન સરકારના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, કન્વિક્શન પર સ્ટે અસાધારણ સંજોગોમાં અપાવો જોઇએ. કન્વિક્શન પર સ્ટે આપતા પહેલા કોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં લેવા જોઈએ. માત્ર જે કેસની વાત થાય છે તે પુરતું જ નહીં પણ આરોપીના ગુનાહિત ઇતિહાસને પણ ધ્યાને લેવો જોઈએ. હાર્દિકને મહિલાઓ માટે કે અન્ય સમુદાયો માટે કોઈ માન નથી.  હાર્દિકને કાયદાનો ડર ના હોય તે પ્રકારની વર્તણૂક કરે છે. લોકશાહીમાં જાહેર જીવનમાં આવનારા લોકો સ્વચ્છ છબી વાળા હોવા જોઈએ. આવા લોકો લોક પ્રતિનિધિત્વ કરે તે લોકશાહી માટે સારી બાબત નહીં. જન પ્રતિનિધી બનવા માટે ધારાસભ્ય કે સાંસદ બનવુ જરૂરી નથી. સામાજીક પ્રતિનિધિ હોવાથી અને લોકસભાની ચૂંટણી લડવી હોવાથી કોઈની સજાને સસ્પેંડ કરી શકાય નહી. બંને પક્ષોની દલીલો બાદ જસ્ટિસ એ.જી. ઉરેઝીએ બંને પક્ષોને ટકોર કરી છે કે તેઓ પોતાની લેખિત દલીલો કોર્ટમાં રજુ કરે. જે બાદ કોર્ટ શુક્રવારે કે સોમવારે પોતાનો ચુકાદો આપશે. ત્યારે હાર્દિકને લોક સભા ચૂંટણી લડવા માટે તેના કન્વિક્શન પર સ્ટે મળશે કે નહિ તેની પર સૌની નજર છે. નોંંધનીય છે કે વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં વિસનગરની કોર્ટે કરેલી સજા સામે હાર્દિકે હાઈકોર્ટમાં અપીલ કરી છે અને સાથે જ પોતાને દોષિત જાહેર કરવાના નિર્ણય પર સ્ટેની માંગ કરી છે. જ્યારે રાજ્ય સરકારે હાર્દિક વિરુદ્ધના પુરાવાઓ કોર્ટના રેકર્ડ પર મુક્યા છે અને સોગંદનામું પણ કર્યું છે. હાર્દિકના કન્વિક્શન પર સ્ટે આપવામાં આવે તો રાજ્યની શાંતિ ફરી ડહોળાઈ શકે તેવી ભીતિ પણ વ્યક્ત કરી છે. સરકારે એમ પણ દલીલ કરી છે કે હાર્દિક પટેલ શાંતીપૂર્ણ રીતે પોતાનો વિરોધ કરે એનાથી કોઈને આપત્તિ નથી. હાર્દિક પટેલ પોલિટિકલ પાર્ટીમાં જોડાય એનાથી પણ કોઈને આપત્તિ નથી.આજ કાલ લોકો પોતાની લોયલ્ટી બદલતા રહે છે બધાએ જોયુ છે. આપત્તિ એ નથી કે તેણે આંદોલન કર્યુ પરંતુ પોતાના જામીન માટે તેણે કોર્ટેને જે બાંહેધરી આપી અને પાલન ના કર્યું તેની સામે વાંધો છે. હાલ હાર્દિક સામે રાજદ્રોહ સહિત 30થી વધુ ગુનાઓ નોંધાયા છે અને હાર્દિકને કાયદાનો ડર ના હોય એમ તે વર્તી રહ્યો છે. આવી વ્યક્તિને કોર્ટે રાહત આપવી જોઈએ નહીં. હાર્દિક જ્યારે પણ બોલે છે ત્યારે લોકોને ભડકાવે છે, ચૂંટણીમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Embed widget