શોધખોળ કરો

મોડી રાતે વીજળીના કડાકા અને ભારે પવન સાથે અમદાવાદના કયા વિસ્તારમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો આ રહ્યા આંકડા

અમદાવાદમાં રવિવારે મોડી રાત્રે સરેરાશ 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાત્રે એક વાગ્યા બાદ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે તૂટી પડેલા વરસાદને કારણે અમદાવાદના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.

અમદાવાદમાં રવિવારે મોડી રાત્રે સરેરાશ 3થી 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાત્રે એક વાગ્યા બાદ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે તૂટી પડેલા વરસાદને કારણે અમદાવાદના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ભારે પવનને કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની પણ ફરિયાદો મળવા પામી છે. મોડી રાત્રે પડેલા વરસાદમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ઝોનમાં પડ્યો હતો. આ સાથે જ અમદાવાદમાં સિઝનનો કુલ વરસાદ 100 મીમી થઈ છે. અમદાવાદના પૂર્વ ઝોનમાં 40 MM, પશ્ચિમ ઝોનમાં 25 MM, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 30 MM, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 35 MM, મધ્ય ઝોનમાં 25 MM, ઉત્તર ઝોનમાં 25 MM, દક્ષિણ ઝોનમાં 50 MM વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ અમદાવાદમાં સરેરાશ 30 MM વરસાદ નોંધાયો છે. રવિવારે મોડી રાત્રે પડેલા વરસાદ સાથે અમદવાદ શહેરમાં સિઝનનો કુલ 100 MM વરસાદ નોંધાયો છે. અમદાવાદ વરસાદી માહોલ વચ્ચે ઝાડ પડવાના અનેક બનાવો સામે આવ્યા છે. ફાયર બ્રિગેડને આખી રાત આ અંગે કોલ મળતાં રહ્યાં હતાં. અમદાવાદમાં 15થી વધારે જગ્યાએ ઝાડ પડવાના બનાવ સામે આવ્યા છે. જેમાં ચાણક્યપુરી, મેમનગર, નારોલ-ઇસનપુર રોડ, ગોળ લીમડા, ખાનપુર, ભુલાભાઈ ચાર રસ્તા, ગોતા ફલાયઓવર, કાંકરિયા, શાહીબાગ પોલીસલાઈન, વેજલપુર, વસ્ત્રાપુર વિસ્તારોમાં ઝાડ પડ્યાં છે. રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાના બનાવોની સાથે સાથે સીટીએમ વિસ્તારોમાં રસ્તામાં એક ટ્રક ફસાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. રસ્તામાં કરેલા ખોદકામને કારણે ટ્રકનું વ્હીલ જમીનમાં ઉતરી ગયું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget