શોધખોળ કરો
Advertisement
Gujarat Municipal Election Vote Counting LIVE: અમદાવાદના આ વોર્ડમાં ભાજપ છેક ત્રીજા નંબરે, જાણો કોની વચ્ચે છે મુખ્ય ટક્કર ?
Gujarat Municipal Election 2021 Vote Counting LIVE Updates: અમદાવાદમાં ભાજપના 191 અને કોંગ્રેસના 188 ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ છે.
અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિત છ મહાનગર પાલિકાના રવિવારે યોજાયેલા વોટિંગનું આજે પરિણામ જાહેર થઈ રહ્યુ છે. અમદાવાદમાં ભાજપ 100થી વધુ બેઠક પર આગળ ચાલી રહ્યું છે. હાલ ખાડિયા વોર્ડની મતગણતરી થઈ રહી છે.
પ્રારંભિક વલણમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ઓવૈસીની પાર્ટી બીજા ક્રમે અને આશ્ચર્યવચ્ચે ભાજપ ત્રીજા ક્રમે છે. અમદાવાદમાં નારણપુરા, ભાઈપુરા, પાલડી, બાપુનગર, સરદારનગર, સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર, થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે.
અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. ભાજપના 191 અને કોંગ્રેસના 188 ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement