(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Omicron : દુબઈની ફ્લાઇટમાં અમદાવાદ આવેલો પ્રવાસી નીકળ્યો કોરોના પોઝિટીવ, તંત્ર થયું દોડતું
આજે દુબઈની ફ્લાઈટમાં અમદાવાદ આવેલ એક પ્રવાસી કોરોના પોઝીટીવ આવ્યો છે. પ્રવાસી લંડનથી દુબઈ ગયો હતો. દુબઈથી અમદાવાદ આવેલ પ્રવાસીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ મોકલાયા છે.
અમદાવાદઃ દેશમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર પણ બહારથી આવતાં પ્રવાસીઓ પર નજર રાખી રહી છે. ત્યારે આજે દુબઈની ફ્લાઈટમાં અમદાવાદ આવેલ એક પ્રવાસી કોરોના પોઝીટીવ આવ્યો છે. પ્રવાસી લંડનથી દુબઈ ગયો હતો. દુબઈથી અમદાવાદ આવેલ પ્રવાસીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ મોકલાવામાં આવ્યા છે.
દેશમાં ધીમે ધીમે ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે તંત્ર ફરી એકવાર ચિંતિત બન્યું છે. આજે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. આ પહેલા દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા હતા. આ સાથે દિલ્લીમાં આ કેસોની સંખ્યા 6 થઈ છે. દિલ્હી અને રાજસ્થાનમાં કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસ નોંધાયા સાથે, દેશમાં નવા કેસની કુલ સંખ્યા વધીને 49 થઈ હતી. મહારાષ્ટ્રમાં સાંજે 8 નવા કેસ નોંધાતા હવે દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 57 પર પહોંચી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ જણાવ્યું છે કે નવા ઓમિક્રોન કોરોનાવાયરસ સ્ટ્રેન 63 દેશમાં જોવા મળ્યા છે.
રાજ્ય મુજબ ઓમિક્રોન કેસ
મહારાષ્ટ્ર (28)