Ahmedabad Plane Crash Live: અમદાવાદ પ્લેન ક્રેશમાં કોઇ ના બચ્યું, ક્રૂ મેમ્બર સહિત તમામ 242 લોકોના મોત
Air India Plane Crash In Ahmedabad: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર છે. ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો
LIVE

Background
Air India Plane Crash In Ahmedabad: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર છે. ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યા પછી તરત જ આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી મેઘાણીનગર નજીક ક્રેશ થયું. એરપોર્ટથી મેઘાણીનગરનું અંતર લગભગ 15 કિલોમીટર છે. અકસ્માત બાદ તરત જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધું હતું.
'વિમાન દુર્ઘટનામાં કોઈ બચ્યું નહીં'
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યું, "એવું લાગે છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી." તેમણે કહ્યું કે વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી, કેટલાક સ્થાનિક લોકોના પણ મોત થયા હશે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તમામ મુસાફરોના મોત - એપી
સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, વિમાનમાં સવાર તમામ 242 લોકોના મોત થયા હતા. ટેકઓફ થયાના થોડા સમય પછી જ વિમાન ક્રેશ થયું હતું





















