શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ, જાણો વિગત
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
અમદાવાદઃ રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, ખેડા અને વડોદરા હવામાન વિભાગે રેડ અલર્ટ આપ્યું છે. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમની અસરથી ગુજરાતમાં પડશે. બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 17 ટુકડીઓ ફાળવવામાં આવી છે. તથા એક ટુકડી ગાંધીનગર સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ પ્રમાણે, આગામી 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ એલર્ટને પગલે તમામ તૈયારી કરી દેવામાં આવી છે. તેમજ સપ્તાહના અંતે 9 ઓગસ્ટ-10 ઓગસ્ટની આસપાસ ઉત્તર ગુજરાતના કેટલાંક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી છે. લો-પ્રેશરને કારણે સક્રિય થનારી સિસ્ટમ ગુજરાતમાં દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે છે. આ સિસ્ટમના લીધે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે વડોદરા, આણંદ, નવસારી અને ભરૂચ જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે.આ ઉપરાંત વિભાગના જણાવ્યા પ્રમાણે, વલસાડ, દાહોદ, છોટા ઉદેરપુર, તાપી, સુરત, ડાંગ, પંચમહાલ, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને દમણ, દાદર નગર હવેલી, સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.
આવી જ આગાહી હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકા દેવભુમી જિલ્લામાં પણ કરવામાં આવી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી મુજબ જ્યાં ભારે વરસાદની આગાહી છે ત્યાં 4 ઈંચથી વધુ વરસાદ અને જે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તે જગ્યાએ 8 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે છે.
IND v WI: ભાઈ કૃણાલના શાનદાર પ્રદર્શન પર હાર્દિક પંડ્યાએ શું કહ્યું ? જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement