ગુજરાતમાં દિવાળી પછી રીક્ષા ચાલકો હડતાળના મૂડમાં, કોણે નોંધાવ્યો વિરોધ?
આજે અમદાવાદ ખાતે રાજ્યના રાજકોટ, વડોદરા, સુરત સહિતના રીક્ષા આગેવીનોની બેઠક મળી હતી. બેઠકમાં તમામ શહેરના યુનિયનોએ હડતાલ કરવા સર્થન આપ્યું હતું.
અમદાવાદઃ સીએનજીના ભાવ વધારેને લઈ દિવાળી પછી રીક્ષા ચાલકો હડતાલ કરવાના મુડમાં છે. આજે અમદાવાદ ખાતે રાજ્યના રાજકોટ, વડોદરા, સુરત સહિતના રીક્ષા આગેવીનોની બેઠક મળી હતી. બેઠકમાં તમામ શહેરના યુનિયનોએ હડતાલ કરવા સર્થન આપ્યું હતું. દિવાળી સુધી સરકાર કોઈ નિર્ણય નહિ લે તો ગુજરાતભરમા હડતાલ કરવાની રીક્ષા ચાલકોએ ચિમકી ઉચ્ચારી છે.
આગામી 15 અને 16 નવેમ્બરે રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરવાના છે. 21મી નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે. આ હડતાળમાં રાજ્યના 9 લાખ રીક્ષા ચાલકો જોડાશે. સરકાર રીક્ષા ભાડામાં વધારો નહીં કરે તો હડતાળ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
જોકે, રીક્ષા ચાલક એસોસિયેશનના ભાગલા પડ્યા છે. રીક્ષા ચાલક વેલ્ફેર યુનિયન નહિ જોડાય હડતાળમાં. અશોક પંજાબી ગરીબ રીક્ષા ચાલકો સાથે રાજકીય રોટલો શેકતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સરકાર વિચારણા કરી રહી હોય તેવા સંજોગોમાં હડતાળની માગણી ખોટી ગણાવી. રીક્ષા ચાલક વેલ્ફેર યુનિયનના રાજ શિરકેએ આરોપ લગાવ્યો હતો.
Sabarkantha : ઇડરમાં ફટાકડાની લારીમાં અચાનક ફૂટવા લાગ્યા ફટાકડા ને મચી ગઈ નાસભાગ
સાબરકાંઠાઃ ઇડર શહેરમાં ફટાકડાની લારીમાં આગ લાગી હતી. બજાર વિસ્તારમાં રેસ્ટ હાઉસ આગળ ફટાકડાની લારીમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. ઇડર ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
ફટાકડા વેચાણ સ્થળે ફાયરની સુવિધા ફરજીયાત હોવા છતાં અભાવ જોવા મળ્યો હતો.
અન્ય એક ઘટનામાં, બનાસકાંઠામાં પાલનપુરની બજાર વચ્ચે કારમાં આગ ભભુકી હતી. દિલ્હીગેટ વિસ્તારમાં ફટાકડાની બજારો નજીક જ કારમાં આગ ભભૂકતાં અફરાતફરી મચી ગઈ હતી. કાર ચાલક કાર મૂકી બહાર ગયા અને અચાનક કાર ભડકે બળી. અચાનક કારમાં આગ ભભૂકતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી
પાલનપુર ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાસ્થળ નજીક અનેક ફટાકડાની ગેરકાયદેસર સ્ટોલ અને રેકડીઓને લઈ જાનહાનીની ભીતી હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.
અન્ય એક ઘટનામાં બનાસકાંઠામાં લાખણીના કુડા ગામે ઘાસચારો ભરેલ ટ્રેક્ટર ટોલીમાં આગ લાગી હતી. પશુપાલકે વેચાણથી પશુઓ માટે લઈ જઈ રહેલા ઘાસચારામાં આગ લાગી હતી. GEB વિભાગના બેદરકારીના કારણે બની ઘટના. જીવતા વીજ વાયર અડી જતા ઘાસચારો બળી ખાખ. વીજ વાયર ગામની વચ્ચે પ્રસાર થતા રોડ પર એકદમ નીચે હોવાથી ટ્રેક્ટર ટોલીમાં લાગી આગ. ગ્રામજનોએ આગ પર કાબુ મેળ્યો હતો.