શોધખોળ કરો

Gujarat Weather: રાજ્યમાં ક્યારથી જોવા મળશે ઠંડીનો ચમકારો? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Gujarat Weather: બે ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ જ ફેરફાર નહીં થાય. બે-ત્રણ દિવસ બાદ મહત્તમ અને લઘુતમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થશે.

Gujarat Weather Updates: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ સામાન્ય રીતે ગુજરાતમાં ઠડીનો ચમકારો નવેમ્બરના અંત અને ડિસેમ્બરથી જોવા મળશે. કોલ્ડવેવ પણ ડિસેમ્બરમાં જોવા મળે તેવી શક્યતા છે.  હાલ સૌરાષ્ટ્રમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વધુ જોવા મળી રહ્યો છે.

બે-ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય

આ ઉપરાંત આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. બે ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ જ ફેરફાર નહીં થાય. બે-ત્રણ દિવસ બાદ મહત્તમ અને લઘુતમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 - 37 ડિગ્રી સુધી રહેશે, લઘુતમ તાપમાન 20 થી 22 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.

 અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાને લઈ મોટી આગાહી કરી છે. તેમણે કહ્યં , નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે.  આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. આગામી 3 નવેમ્બર થી 8 નવેમ્બર વચ્ચે ભારે પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોથી લઈ પૂર્વ ગુજરાત સુધી હવામાનમાં તેની અસર દેખાશે. તારીખ 4 થી 7 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર, અને અરબ સાગરમાં ડિપ્રેશન બનશે. તારીખ 14 નવેમ્બર થી 24 નવેમ્બર વચ્ચે ચક્રવાત બંગાળના ઉપસાગર માં મજબૂત બનશે. આ ચક્રવાત દક્ષિણ પૂર્વ ભારતીય તટો ઉપર ભારે પવન સાથે વરસાદ લાવશે. આ ચક્રવાત ને લઈ ગુજરાતમાં પણ વાદળ વાયુ જેવું વાતાવરણ સર્જાશે.

24 નવેમ્બર થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવશે. 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા ને લઈ ગુજરાત સુધી ભારે ઠંડી વર્તાશે. 5મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપને લઈ ભારે હિમ વર્ષા થશે. જેને લઇ ગુજરાતમાં ઠંડીનું ભારે મોજું ફરી વળવાની શક્યતા.
મહત્તમ 14 ડિગ્રી સેલ્સિયસ થી 7 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન જવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!

જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ

IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ

ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી

વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 

નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ

Embed widget