શોધખોળ કરો
ગુજરાતના ક્યા પત્રકારના નિધન પર વડાપ્રધાન મોદી અને અમિત શાહે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું
ગુજરાતનાં પ્રખ્યાત પત્રકાર કાંતિ ભટ્ટનું 88 વર્ષની વયે મુંબઈમાં નિધન થયુ છે. જેના પર પીએમ મોદી અને અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે.
અમદાવાદ: ગુજરાતનાં પ્રખ્યાત લેખક- પત્રકાર કાંતિ ભટ્ટનું 88 વર્ષની વયે મુંબઈના કાંદિવલીમાં નિધન થયુ છે. છેલ્લા થોડા સમયથી તેમની તબિયત નાદૂરસ્ત હતી. ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે તેમણે હજારો લેખો લખ્યા અને લગભગ તમામ દૈનિક સમાચારપત્રમાં કટાર લેખ લખ્યા હતા. કાંતિ ભટ્ટના નિધનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે.
પીએમ મોદીએ શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે “જેમની કોલમ સવારને માહિતીસભર કરી દે એવા કટારલેખક અને પત્રકાર શ્રી કાંતિ ભટ્ટના નિધનથી વાચક જગતને મોટી ખોટ પડી છે. એમણે જે વિપુલ પ્રમાણમાં લેખન કર્યું છે એનાથી વર્તમાન પત્રકારિતા અને વાંચતું ગુજરાત સમૃધ્ધ બન્યું છે.”
જેમની કોલમ સવારને માહિતીસભર કરી દે એવા કટારલેખક અને પત્રકાર શ્રી કાંતિ ભટ્ટના નિધનથી વાચક જગતને મોટી ખોટ પડી છે. એમણે જે વિપુલ પ્રમાણમાં લેખન કર્યું છે એનાથી વર્તમાન પત્રકારિતા અને વાંચતું ગુજરાત સમૃધ્ધ બન્યું છે.
— Narendra Modi (@narendramodi) August 4, 2019
કાંતિ ભટ્ટનો જન્મ 1931માં ભાવનગર જિલ્લાના સાંચરા ગામમાં થયો હતો. તેમણે 1952માં વડોદરાની એમએસ યુનિવર્સિટીમાઁથી વાણિજ્યના સ્નાતકની પદવી મેળવી હતી. 1966માં તેઓએ મુંબઈમાં પત્રકાર તરીકે કાર્ય શરૂ કર્યું. 1967માં તેઓ વ્યાપારના સહ-સંપાદક તરીકે હતા. ત્યારબાદ ગુજરાતીના અનેક સામયિકોમાં કામ કર્યું અને અખબારોમાં લેખો અને કટારલેખ લખતા હતા.શ્રી કાંતિભાઈ ભટ્ટનું ગુજરાતી પત્રકારીત્વ અને સ્તંભ લેખનમાં અમૂલ્ય યોગદાન રહ્યું. કાંતિભાઈએ એમની પ્રતિભા અને લેખન શક્તિના માધ્યમથી અનેક પેઢીઓને પ્રભાવિત કરી. તેમનું અવસાન પત્રકાર જગત માટે અપૂર્ણિય ક્ષતિ છે. તેમના પરિવાર અને વાંચકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ૐ શાંતિ.
— Amit Shah (@AmitShah) August 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement