શોધખોળ કરો
Advertisement
ગુજરાતની જાણીતી સિંગર ભૂમિ પંચાલની કેમ કરાઈ ધરપકડ? જાણો કારણ
ગુજરાતી સિંગર ભૂમિ પંચાલ અને તેના પરિવારે મળી એક યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. યુવકને વસ્ત્રાલના સુરેલિયા સર્કલ પાસે સમાધાન માટે બોલાવી ભૂમિ પંચાલ, તેના ભાઈ અને પિતાએ તે યુવકને માર માર્યો હતો.
અમદાવાદ: ગુજરાતી સિંગર ભૂમિ પંચાલ અને તેના પરિવારે મળી એક યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. યુવકને વસ્ત્રાલના સુરેલિયા સર્કલ પાસે સમાધાન માટે બોલાવી ભૂમિ પંચાલ, તેના ભાઈ અને પિતાએ તે યુવકને માર માર્યો હતો. જે બાબતનું યુવકને લાગી આવતાં ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયો હતો. રામોલ પોલીસ ભૂમિ પંચાલ સહિત ચારની ધરપકડ કરી છે.
અમદાવાદના રામોલ વિસ્તારના સુરેલિયા રોડ પર આવેલી ગીતાપાર્ક સોસાયટીમાં રહેતા અમિત વાળંદ હેર કટિંગની દુકાન ધરાવે છે. ગુજરાતી સિંગર ભૂમિ પંચાલ સાથે તેની ઓળખાણ થઈ હતી. ભૂમિએ અમિત સામે અવાર-નવાર અરજી કરી છે.
બે દિવસ પહેલા બપોરના સમયે ભૂમિએ સમાધાન કરવા અમિતને સુરેલિયા પાસે બોલાવ્યો હતો. જ્યાં ભૂમિનો ભાઈ લાલો પંચાલ, પિતા ડાહ્યાભાઈ પંચાલ અને મિત્ર કિરપાલસિંહ વિહોલા હાજર હતા. ભૂમિ પંચાલ સહિત બધાંએ ભેગા મળીને અમિતને ગાળો ભાંડી હતી અને ભૂમિની સામે જોતો નઈ, નહીં તો ખોટા કેસમાં ભરાવી દઈશ તેમ કહીં માર માર્યો હતો.
ત્યાર બાદ અમિત પોતાના ઘરે જતો રહ્યો હતો અને તેને મનમાં લાગી આવતાં જાહેરમાં જ સર્કલ પાસે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અમિતને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયો હતો. રામોલ પોલીસે મારામારી અને ધાકધમકીનો ગુનો નોંધી ભૂમિ પંચાલ સહિત ચારની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement