(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain Update: અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળા ડીબાંગ વાદળો ઘેરાયા છે. અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે.
Gujarat Rain Update: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળા ડીબાંગ વાદળો ઘેરાયા છે. અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરના એસજી હાઇવે,બોપલ,ઘુમા, પ્રહલાદનગર, ગોતા સહિતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. બપોરના ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી કરાઈ વરસાદની આગાહી
ગાંધીનગર: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. આજના દિવસે પણ અનેક જગ્યાએ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા 13 તારીખે વલસાડ,નવસારી , દમણ, ડાંગ, નર્મદા,ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળમાં લો-પ્રેશરના કારણે વરસાદની સંભાવના છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની અગાહી કરાઈ છે. અમદાવાદમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હાલમાં અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન છે. આજે ગાંધીનગર અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. વરસાદનું જોર વધશે સાથે ભારે પવનો ફુંકાવાનું પણ અનુમાન છે.
રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે ફરી એક વખત વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવ મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાજ્યના 16 જિલ્લામાં વરસાદ વરસી શકે છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, ભાવનગર, કચ્છ, પોરબંદરમાં વરસાદ વરસી શકે છે. આ સિવયા આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ પારડીમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. વાપીમાં 4 ઈંચ, કપરાડામાં 4 ઈંચ, ઉમરગામમાં 2.5 ઈંચ, ગણદેવીમાં 2.5 ઈંચ, અંકલેશ્વરમાં પોણા 2 ઈંચ, ઉમરપાડામાં 1.5 ઈંચ, ચિખલીમાં 1.5 ઈંચ, ડેડિયાપાડામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મેળવી છે.