શોધખોળ કરો
એક-બે નહીં હજુ આટલા દિવસ સુધી ગુજરાતમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આ મોટી આગાહી, જાણો વિગતે
હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ જ નહીં પણ બે અઠવાડિયા સુધી ભારે વરસાદ પડશે, દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી લોકોને ધમરોળશે તે નક્કી
![એક-બે નહીં હજુ આટલા દિવસ સુધી ગુજરાતમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આ મોટી આગાહી, જાણો વિગતે Heavy rainfall forecasts in Gujarat એક-બે નહીં હજુ આટલા દિવસ સુધી ગુજરાતમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આ મોટી આગાહી, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/01072900/3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ હાલ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે, સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક સામાન્ય તો ક્યાંક આફત બનીને આવેલા વરસાદથી જનજીવન ઠપ થઇ ગયુ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદથી વડોદરા, સુરત, અમદાવાદ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોને રેસ્ક્યૂ કરવા માટે એનડીઆરએફ અને સેનાની ટુકડી કામે લાગી છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ જ નહીં પણ બે અઠવાડિયા સુધી ભારે વરસાદ પડશે, દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી લોકોને ધમરોળશે તે નક્કી.
અગાઉ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. ત્યાં ફરીથી પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આગામી બે સપ્તાહ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની પડવાની ફરી આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં સાયક્લોનિક સરક્યૂલેશનની બે વરસાદી સિસ્ટમના કારણે લૉ-પ્રેશર સર્જાયું છે. જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ સહીત રાજ્યમાં આ પ્રેશરના કારણે ભારે વરસાદ આવશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે હવે ફરીથી રાજ્યના ખેડૂતો અને લોકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી બે સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે. પૂર્વ મધ્યપ્રદેશમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગના જયંત સરકારે આગામી પરિસ્થિતિની જાણકારી આપી છે. હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી ધમરોળશે.
હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં નવું લો-પ્રેશર તૈયાર થઈ રહ્યું છે. જેથી રાજ્યના દ્વારકા, જામનગર અને કચ્છ પર ભારે વરસાદ પડવાની શક્યતા છે. લો-પ્રેશર સર્જાશે તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે.
હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થશે.
ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં કુલ 15 NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, ઓલપાડ, ઉપલેટા, રાજકોટ, ગીર સોમનાથ, પાટણ, અરવલ્લી, પાલનપુર, ભૂજ અને દાહોદ ખાતે એક-એક ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. જ્યારે વડોદરા ખાતે ત્રણ અને ગાંધીનગર ખાતે એક ટીમ અનામત રાખવામાં આવી છે.
પૂર્વ મધ્ય પ્રદેશમાં લો-પ્રેશર નિર્માણ થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ તેમજ રાજ્યના વિવિધ ભાગોમાં આગામી પાંચ દિવસ એટલે કે, 4 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થશે. આ ઉપરાંત પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
![એક-બે નહીં હજુ આટલા દિવસ સુધી ગુજરાતમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આ મોટી આગાહી, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/01103456/vadodara-rain3-300x155.jpg)
![એક-બે નહીં હજુ આટલા દિવસ સુધી ગુજરાતમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આ મોટી આગાહી, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/01095745/r-sbx-vdr-morning-long-vo-0108-dm.mov.00_32_44_04.Still001-300x240.jpg)
![એક-બે નહીં હજુ આટલા દિવસ સુધી ગુજરાતમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આ મોટી આગાહી, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/31172213/vdr-1-300x240.jpg)
![એક-બે નહીં હજુ આટલા દિવસ સુધી ગુજરાતમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આ મોટી આગાહી, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/31172131/R-VDR-RAIN-VIS-3107_003.mov.17_04_09_21.Still001-300x240.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)