શોધખોળ કરો

અમદાવાદમાં કેટલા દિવસ સુધી વરસાદી માહોલ રહેશે? જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આગામી દિવસોમાં પણ સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

અમદાવાદ: ગુજરાત પર ફરી એકવાર વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આગામી દિવસોમાં પણ સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. અમદાવાદના લગભગ તમામ વિસ્તારોમાં રક્ષાબંધનની બપોરથી ઝરમર-ઝરમર વરસાદ વરસ્યો હતો અને આગામી સમયમાં પણ આવો વરસાદ વરસતો રહેશે તેવી આગાહી છે. ગુજરાત પર ફરી એકવાર વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સાબરકાંઠા-અરવલ્લીમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 48 કલાકમાં દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડશે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે સંભાવના છે. હવામાન વિભાગ પ્રમાણે, વરસાદની સાથે સાથે કાંઠા વિસ્તારોમાં પ્રતિ કલાકે 65 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાશે. જેથી માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા માટે સુચના આપી દેવામાં આવી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વનું ડિપ ડિપ્રેશન લો-પ્રેશરમાં ફેરવાઈ રહ્યું છે. હાલમાં વરસાદની સિસ્ટમ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ તરફ છે. ડિપ્રેશન 40 કિલોમીટરની ઝડપે આગળ વધે છે. સિસ્ટમ મુજબ વરસાદ મધ્ય ગુજરાતતી શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, સિદ્ધપુર, ડીસા, પાલનપુર, અમીરગઢ, બનાસકાંઠા, સાબરકાંઠામાં રક્ષાબંધનના દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો જોકે આગામી સમયમાં સારો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અને આગામી સમયમાં તોફાની વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાતની સાથે વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાઈ શકે છે. આજના દિવસમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના છે. 17મી તારીખે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
Embed widget