(Source: ECI/ABP News/ABP Majha)
એક દિવસમાં 2842 કેસ, કુલ 12,751 એક્ટિવ કેસ, ગુજરાતના આ શહેરની છે ભયાવહ સ્થિતિ
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા હવે ૯૦ હજાર ૬૦૫ ઉપર પહોંચી છે.
ગઈકાલે અમદાવાદ શહેરમાં કોરોના (coronavirus)ના નવા 2 હજાર 842 કેસ નોંધાયા છે અને 25નાં મૃત્યુ થયા છે. શહેરમાં બે દિવસની અંદર કોરોનાના કુલ ૫ હજાર ૪૭૩ કેસ નોંધાવાની સાથે કુલ ૫૨ લોકોના મોત થતાં કોરોના સંક્રમણની ભયાવહ પરિસ્થિતિ જોવા મળી રહી છે.
સૌથી મહત્વની બાબત શહેરમાં સતત વધી રહેલા એકિટવ કેસની સંખ્યા છે. શુક્રવારે એકિટવ કેસની સંખ્યા ૧૨ હજાર ૭૫૧ ઉપર પહોંચી ગઈ છે. જે પ્રમાણે શહેરમાં સંક્રમણની સ્થિતિ ખરાબ થઈ રહી છે એને ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી મોટાભાગના સ્ટાફને કોવિડ સંબંધી કામગીરી સોંપવાની ફરજ પડી છે.
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા હવે ૯૦ હજાર ૬૦૫ ઉપર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2 હજાર 505 પર પહોંચ્યો છે. શહેરમાં શુક્રવારે 491 દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 73 હજાર 23 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8920 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 94 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 3387 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,29,781 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 49 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 49737 પર પહોંચ્યો છે. જેમાંથી 283 લોકો વેન્ટિલેટર પર અને 49454 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 85.73 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન-8, રાજકોટ 5, મોરબી 4, સુરેન્દ્રનગર 3, ડાંગ 2, જામનગર 2, જામનગર કોર્પોરેશન 2, સાબરકાંઠા 2, સુરત 2, અમદાવાદ 1, દેવભૂમિ દ્વારકા 1, મહીસાગર 1, મહેસાણા 1, પંચમહાલ 1, વડોદરા 1 અને વલસાડ 1 મોત સાથે કુલ 94 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 5170 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 2842, સુરત કોર્પોરેશનમાં 1522, રાજકોટ કોર્પોરેશનમાં 707, વડોદરા કોર્પોરેશનમાં 429, સુરત 398, મહેસાણા 330, જામનગર કોર્પોરેશન 192, ભરુચ-173, વડોદરા 171, પાટણ 125, જામનગર 122, નવસારી 117, ભાવનગર કોર્પોરેશન 112, બનાસકાંઠા 110, અમરેલી 92, દાહોદ 91, કચ્છ 89, ભાવનગર 85, આણંદ 81, પંચમહાલ 79, તાપી 78, ગાંધીનગર 75, જૂનાગઢ કોર્પોરેશન-74, સુરેન્દ્રનગર 69, ગાંધીનગર કોર્પોરેશન 67, નર્મદા 67, સાબરકાંઠા 66, મહીસાગર 62, જુનાગઢ-61, અમદાવાદ 56, મોરબી 55, રાજકોટ 52, વલસાડ 52, ખેડા 46, બોટાદ 40, ગીર સોમનાથ 32 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 87,11,085 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 13,02,796 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,00,13,881 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 74,100 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,571 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું.