EDએ રાહુલ ગાંધીને નોટીસ ફટકારતા અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ ઉતર્યા રસ્તા પર
ઈડી દ્વારા રાહુલ ગાંધીને આજે હાજર થવાનું સમન્સ પાઠવવામાં આવ્યું છે. નેશનલ હેરાલ્ડ નામના ન્યૂઝ પેપર ની અંદર મની લોન્ડરિંગ થયો હોવાના આરોપ સાથે સમન્સ પાઠવવામાં આવતા કોંગ્રેસ આકરા પાણીએ છે.
અમદાવાદ: ઈડી દ્વારા રાહુલ ગાંધીને આજે હાજર થવાનું સમન્સ પાઠવવામાં આવ્યું છે. મની લોન્ડરિંગના કેસમાં ઇડીએ આ સમન્સ પાઠવ્યું છે. નેશનલ હેરાલ્ડ નામના ન્યૂઝ પેપર ની અંદર મની લોન્ડરિંગ થયો હોવાના આરોપ સાથે સમન્સ પાઠવવામાં આવતા કોંગ્રેસ આકરા પાણીએ છે. જેથી આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં એડીની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો પહોંચ્યા છે. જીએમડીસી ખાતે આવેલ આ હોલમાં જ સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્રિત થશે અને ત્યાંથી પદયાત્રા સ્વરૂપે EDની ઓફિસ સુધી જશે અને ત્યાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે. અમદાવાદમાં માનવ મંડળ સામે આવેલી ઓફિસે બહાર કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ED જ્યાં સુધી રાહુલ ગાંધીની પૂછપરછ કરશે ત્યાં સુધી કોંગ્રેસ ધરણા કરશે. હાલમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય અંબરિશ ડેર, વાવના ધારસભ્ય ગેની બેન, પુંજા બાઈ વંશ અને નેતા વિપક્ષ સુખરામ રાઠવા સહિતના નેતાઓ હાજર છે.
રાહુલ ગાંધીની પદયાત્રા અટકાવાઈ
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ સમક્ષ હાજર થવા માટે કૂચ કરતા જોવા મળ્યા હતા, ત્યારબાદ હવે તેમને રોકી દેવામાં આવ્યા છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હવેથી થોડા સમય પહેલા ED સમક્ષ હાજર થશે. દેખાવ પહેલા પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીના ઘરે પહોંચી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા રાહુલ સાથે ED ઓફિસ પણ જશે.