શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગુજરાતના આ મોટા શહેર માટે રાહતના સમાચાર, 18 દિવસમાં પ્રથમ વખત કોરોનાના નવા કેસની સંખ્યા 4000થી નીચે આવી

રાજ્યમાં ગઈકાલે 13021 લોકોએ કોરોના (Coronavirus)ને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,90,412  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં ૧૮ દિવસ બાદ પહેલી વખત કોરોનાના નોંધાતા નવા કેસની સંખ્યા ઘટીને ચાર હજારથી નીચે પહોંચી છે. ગુરૂવારે શહેરમાં નવા ૩ હજાર ૮૮૪ કેસ નોંધાયા છે. આ અગાઉ શહેરમાં ૧૮ એપ્રિલે કોરોનાના ૩ હજાર ૬૪૧ કેસ નોંધાયા હતા અને ૧૯ એપ્રિલે ૪૨૦૦થી વધુ કેસ નોંધાયા હતા. બાદમાં પાંચ હજારથી પણ વધુ કેસ નોંધાયા હતા.

આ સાથે દૈનિક કેસમાં ૨૯૦ કેસ ઓછા નોંધાયા છે. હોસ્પિટલમાંથી સાજા થઈ ઘરે પરત ફરનારાની સંખ્યા સતત બીજા દિવસે પણ પાંચ હજારથી ઉપર રહેતા સંક્રમણની સ્થિતિ થોડા અંશે હળવી બની છે. અમદાવાદમાં કુલ કેસનો આંક એક લાખ 87 હજાર 745 પર પહોંચ્યો છે. તો અત્યાર સુધી 1 લાખ 19 હજાર 45 લોકો કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. હાલ એકિટવ કેસની સંખ્યા ૬૬ હજાર ૯૫૬ થઈ છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 12545 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે.  રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણથી  વધુ 123 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 8035 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 13021 લોકોએ કોરોના (Coronavirus)ને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,90,412  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,47,525 પર પહોંચ્યો છે. જેમાંથી 786  લોકો વેન્ટિલેટર પર અને 146739 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.92 ટકા છે.

ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 16,  સુરત કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન 7,  રાજકોટ કોર્પોરેશમાં 8, મહેસાણા 5, જામનગર કોર્પોરેશન 8, સુરત 4, વડોદરા 6, જામનગર 5, ભાવનગર કોર્પોરેશમાં 4, જૂનાગઢ કોર્પોરેશન 3, મહીસાગર 1, દાહોદ 0, ગીર સોમનાથ 2, જૂનાગઢ 5, પંચમહાલ 0, આણંદ 0, બનાસકાંઠા 3, અમરેલી 0, ભરુચ 4, કચ્છ 5, રાજકોટ 7, ગાંધીનગર 1, અરવલ્લી 2, ખેડા 0, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 2, સાબરકાંઠા 2, વલસાડ 0, તાપી 0, મોરબી 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, ભાવનગર 5, અમદાવાદ 1, નર્મદા 0, બોટાદ 0, છોટાઉદેપુર 1, પોરબંદર 1, દેવભૂમિ દ્વારકા 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 123 લોકોના મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3884,  સુરત કોર્પોરેશન-1039, વડોદરા કોર્પોરેશન 638,  રાજકોટ કોર્પોરેશમાં 526, મહેસાણા 482, જામનગર કોર્પોરેશન 397, સુરત 388, વડોદરા 380, જામનગર 332, ભાવનગર કોર્પોરેશમાં 242, જૂનાગઢ કોર્પોરેશન 232, મહીસાગર 224, દાહોદ 220, ગીર સોમનાથ 218, જૂનાગઢ 213, પંચમહાલ 207, આણંદ 205, બનાસકાંઠા 193, અમરેલી 189, ભરુચ 187, કચ્છ 187, રાજકોટ 169, ગાંધીનગર 159, અરવલ્લી 150, ખેડા 144, ગાંધીનગર કોર્પોરેશન 143, પાટણ 139, સાબરકાંઠા 121, વલસાડ 108, તાપી 107, મોરબી 87, નવસારી 87, સુરેન્દ્રનગર 85, ભાવનગર 80, અમદાવાદ 73, નર્મદા 71, બોટાદ 64, છોટાઉદેપુર 60, પોરબંદર 58, દેવભૂમિ દ્વારકા 49 અને ડાંગ  8 કેસ સાથે  કુલ 12545  કેસ નોંધાયા છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,01,60,781  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 28,69,476  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,30,30,257 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 18થી 44 વર્ષ સુધીના 27,776 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 37,609 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,09,367 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!
વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Embed widget