શોધખોળ કરો
Advertisement
Ahmedabad: કોંગ્રેસે ક્યા યુવા મુસ્લિમ કોર્પોરેટરને ફરી ટિકિટ ના આપતાં 500 હોદ્દેદારોએ આપ્યાં રાજીનામાં ?
કોંગ્રેસે જમાલપુરમાંથી સીટીંગ કોર્પોરેટર શાહનવાઝ શેખની જમાલપુરમાંથી ટીકીટ કાપી નાખતાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ બગડી છે.
અમદાવાદઃ કોંગ્રેસે રાજ્યની છ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાતમાં અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોમાં જમાલપુરના વર્તમાન કોર્પોરેટર શાહનવાઝ શેખની ટિકિટ કાપી નાખતાં કોંગ્રેસમાં બળવાની સ્થિતી સર્જાઈ ગઈ છે.
શાહનવાઝ શેખના સમર્થનમાં એન.એસ.યુ.આઈ.ના 500થી વધુ હોદ્દેદારોએ રાજીનામાં ધરી દીધાં છે. એમ.એસ.યુ.આઈ.ના હોદ્દેદારોએ કોંગ્રેસ મુખ્યાલય ખાતે દેખાવો પણ કર્યા હતા. જમાલપુર વોર્ડમાં શાહનવાઝના સ્થાને ઝુનેદ શેખને ટિકીટ અપાઈ છે. છેલ્લી ચૂંટમીમાં જીતનારાં રઝિયા સૈયદ, ઇમરાન ખેડાવાલા અને શાહનવાઝ શેખને રિપીટ કરાયા નથી. માત્ર અઝરા કાદરીને રિપીટ કરાયાં છે કે જે સીધાં ફોર્મ ભરવા જશે.
કોંગ્રેસે જમાલપુરમાંથી સીટીંગ કોર્પોરેટર શાહનવાઝ શેખની જમાલપુરમાંથી ટીકીટ કાપી નાખતાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ બગડી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે NSUIના ક્વોટામાંથી ટીકીટ આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement