શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આજે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વરસાદ તુટી પડશે? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી
![આજે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વરસાદ તુટી પડશે? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત In what places in Gujarat today will the rains fall? What does the weather department do with big forecasts? આજે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વરસાદ તુટી પડશે? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/30113050/Gujarat-Rain.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: હાલ ગુજરાતમાં વરસાદ માહોલ જામેલો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ સહિત ગુજરાતના અનેક જગ્યાએ સોમવાર એટલે કે આજે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ પહેલા રવિવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.
હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર અને બોટાદમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, કચ્છના અખાત અને આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર સર્જાયેલું છે. જે પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત ઉપર ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે તેવું હવામાન વિભાગનું માનવું છે.
આ સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે પાટણ, રાજકોટ, પોરબંદર, મોરબી, દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા, જામનગર, જુનાગઢ, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)