શોધખોળ કરો

પેટ્રોલિયમ કંપનીઓ દ્ધારા સંરક્ષણ ક્ષમતા મહોત્સવ 2020ની ઊજવણી હાથ ધરાઇ

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ગૈઇલ (ઈન્ડિયા) લિમિટેડ તેમજ પીસીઆરએના સહયોગમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

  અમદાવાદઃ ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નિર્દેશો મુજબ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ગેઈલ (ઈન્ડિયા) લિ. જનતામાં ઓઈલ અને ગેસની જાળવણીને પ્રોત્સાહન આપવા માટે પીસીઆરએ (પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસીએશન)ના સહયોગમાં 16.01.2020થી 15.02.2020 સુધી રાષ્ટ્રવ્યાપી ‘સંરક્ષણ ક્ષમતા મહોત્સવ (સક્ષમ) 2020’ની ઊજવણી હાથ ધરવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ગૈઇલ (ઈન્ડિયા) લિમિટેડ તેમજ પીસીઆરએના સહયોગમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશ 2020 એટલે કે સક્ષમ – સંરક્ષણ ક્ષમતા મહોત્સવ 2020ને આજે અમદાવાદના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં જે બી ઓડિટોરિયમમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખૂલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ગુજરાત) અને ઓઈલ ઈન્ડસ્ટ્રી-ગુજરાતના રાજ્યકક્ષાના કો-ઓડિનેટર શ્રી એસ એસ લાંબા, તેલ ઉદ્યોગના અધિકારીઓ, ડિલરો, ડિસ્ટ્રીબ્યુટરર્સ અને 350 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ગુજરાત) અને ઓઈલ ઈન્ડસ્ટ્રી-ગુજરાતના રાજ્યકક્ષાના કો-ઓડિનેટર શ્રી એસ એસ લાંબાએ આ પ્રસંગે મુખ્ય મહેમાન અને આમંત્રિતોને આવકાર્યા હતાં. તેમણે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પેટ્રોલિયમ પ્રોડક્ટસના ડહાપણભર્યા વપરાશ, ભવિષ્યની પેઢી માટે સંરક્ષણ અને પર્યાવરણના જતનની મહત્તા પર ભાર મૂક્યો હતો. ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમના પ્રાસંગીક ઉદબોધનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની જાળવણી પર ભાર મૂક્યો હતો અને ગુજરાત રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓના આયોજન બદલ ઓઈલ ઉદ્યોગની પ્રશંસા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનોના ઈષ્ટતમ ઉપયોગ માટે કટીબદ્ધ છે અને તેમણે સૌર અને પવન ઊર્જા જેવા વૈકલ્પિક ઊર્જા વિકસાવવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો અંગે પણ વાત કરી હતી. ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રીએ સક્ષમ 2020ની થીમ ‘ઈંધન અધિક ન ખપાએ, આઓ પર્યાવરણ બચાએ’ અંગે વાત કરી હતી અને લોકોને ભવિષ્યની પેઢી માટે તેલ અને ગેસના સંરક્ષણની જરૂરીયાત પર ભાર મૂકવા વિનંતી કરી હતી. પીસીઆરએ દ્વારા ગયા વર્ષે આયોજીત રાષ્ટ્રીય ચિત્ર અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓમાંથી ગુજરાતના વિજેતાઓને માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.ઓઈલ એન્ડ ગેસની જાળવણીની પહેલ સક્ષમ-2020 અંગે લોકોને જાગૃતિ લાવવા માટે મુખ્ય મહેમાન દ્વારા ઓઈલ અને ગેસ જાળવણીના સંદેશ દર્શાવતી શાળાના બાળકોની રેલીને લીલી ઝંડી આપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
Embed widget