Ahmedabad News: મકરસંક્રાતિના સંદર્ભે મેટ્રો ટ્રેનની વધારાઇ ફ્રિકવન્સી, 20 મિનિટના અંતરાલમાં દોડશે
અમદાવાદ: મકરસંક્રાંતિના પર્વના સંદર્ભે અમદાવાદ મેટ્રોની ફ્રિકવન્સી વધારવામાં આવી છે. લોકોની સુવિધા માટે અ નિર્ણય લેવામાં આવ્યો છે.
Ahmedabad News: મકરસંક્રાતિના તહેવારને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરીજનોની સુવિધા માટે મેટ્રો ટ્રેન વધુ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 14 અને 15 જાન્યુઆરીએ દર 20 મિનિટના અંતરાલમાં મેટ્રો ટ્રેન દોડશે.
અમદાવાદમાં મકરસંક્રાતિનું ધૂમધામથી ઉજવાય છે, આ અવસરે શહેરીજનોની સુવિધા માટે મેટ્રો ટ્રેન સર્વિસ પણ વધારી દેવાઇ છે. 14 અને 15 જાન્યુઆરીએ એમ બે દિવસ 20 મિનિટના અતરાલમાં મેટ્રો દોડશે.આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ મેટ્રો દ્વારા મુસાફરોની સેવામાં નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 14-01-2024 અને 15-01-2024ના રોજ અમદાવાદ મેટ્રો ફેઝ-1ના બંને કોરિડોર (વસ્ત્રાલ ગામથી થલતેજ અને APMCથી મોટેરા)માં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6.20 કલાકથી રાત્રિના 10 વાગ્યા સુધી દર 20 મિનિટના અંતર ઉપલબ્ધ રહેશે.
હવે અમદાવાદ ફ્લાવર શો આ તારીખ સુધી નિહાળી શકશો
અમદાવાદ ફ્લાવર શોની તારીખ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીએ નહિ પરંતુ 20 જાન્યુઆરીએ થશે. એટલે કે હવે અમદાવાદ રિવરફ્રન્ટામાં આયોજીત આ ફ્લાવર શો હવે 20 જાન્યુઆરી સુધી ચાલશે.31 ડિસેમ્બરથી શરૂ થયેલો ફલાવર શો હવે 20 જાન્યુઆરી સુધી ચાલશે. આખરે નાગરિકોના ઘસારાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર AMCએ ગત તા.31મી ડિસેમ્બરથી ફ્લાવર શોનું આયોજન કર્યું છે. આ ફ્લાવર શોને સારો પ્રતિસાદ મળતાં તેને લંબાવવાો નિર્ણય કરવામા આવ્યો છે. અહી રોજ મોટી સંખ્યામાં શહેરીજનો ફ્લાવર શોની મુલાકાત લઇ રહ્યાં હોવાથી છેલ્લા એક સપ્તાહમાં 3.11 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જેનથી એમએમસીને 1.80 લાખની આવક થઈ છે. સૌથી વધારે રવિવારે 31 ડિસેમ્બરના રોજ 1 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. ફલાવર શોમાં વધતી જતી ભીડને લઇને એએમસીએ રાત્રે 11 વાગ્યા સુધી ફ્લાવર શો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જેના કારણે રોજના 40 હજારથી વધુ લોકો ફલાવર શો નિહાળવા માટે આવી આવી રહ્યા છે. રિવર ફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોમાં આવતાં લોકો માટે સામાન્ય દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી 50 રૂપિયા લેવામાં આવે છે. જ્યારે શનિવાર અને રવિવારના દિવસે ફ્લાવર શોમાં રૂ. 75 ફી પેટે વસૂલવામાં આવે છે. આ ફ્લાવર શોમાં 12 વર્ષથી નાના બાળકોને મફતમાં પ્રવેશ આપવામાં આવે છે. ફ્લાવર શોમાં 15 લાખથી વધારે ફૂલ-છોડના રોપા છે. 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે.જે આકર્ષણનું કેન્દ્ર છે.