શોધખોળ કરો
Advertisement
અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટીયાએ સંભાળ્યો પોતાનો ચાર્જ, જાણો તેમના વિષે સંપૂર્ણ માહિતી
દિવાળીના તહેવાર દરમિયાન ખાલી પડેલા અમદાવાદ પોલીસ કમિશનરના પદનો હવાલો સીઆઈડી ક્રાઈમના ડીજીપી આશિષ ભાટિયાને ગૃહવિભાગ દ્વારા સોંપવામાં આવ્યો છે
અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા એનએસજી (નેશનલ સિક્યુરિટી ગાર્ડ)ના ડીજીપી તરીકે શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘની નિયુક્તિ કરતાં દિવાળીના તહેવાર દરમિયાન ખાલી પડેલા અમદાવાદ પોલીસ કમિશનરના પદનો હવાલો સીઆઈડી ક્રાઈમના ડીજીપી આશિષ ભાટિયાને ગૃહવિભાગ દ્વારા સોંપવામાં આવ્યો છે. આશિષ ભાટિયા વર્ષ 1985ની બેચના આઈપીએસ અધિકારી છે. તેમણે હરીયાણામાંથી બી.ઈ (મિકેનિક્લ)માં અભ્યાસ કર્યો હતો.
શુક્રવારે સાંજે 5 વાગ્યે શાહીબાગ સી.પી. ઓફિસે પહોંચી આશિષ ભાટિયા પોલીસ કમિશનર એ.કે.સિંગ સાથે મળી હસ્તધૂનન કરી તેઓને વિદાય આપી પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળ્યો હતો. સીઆઈડી ક્રાઈમના ડીજીપી આશિષ ભાટિયા આઈપીએસ લોબીમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે.
આશિષ ભાટિયા ગુના અને ગુનેગારોના ડામવામાં કુશળ હોવાનું પોલીસ અધિકારીઓ માને છે. આ ઉપરાંત દેશ અને દુનિયામાં ચાલતી આતંકી ગતિવિધિઓ તેમજ સંગઠનો વિશે તેઓ સુપેરે માહિતગાર રહે છે. આશિષ ભાટિયા સીઆઈડી ક્રાઈમના ડીજીપી તરીકે મહત્વના કેસોની તપાસ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાંક સમયથી સુષુપ્ત અવસ્થામાં રહેલી સીઆઈડી ક્રાઈમમાં તેઓના આગમન બાદ ધમધમાટ શરૂ થયો છે. આર્થિક ગુનાઓને રોકવા માટે તેઓએ સફળ આયોજન પણ કર્યું છે. ખાસ કરીને બિટકોઈન કેસમાં તેમણે પોતાની સૂઝબૂઝથી ટીમને માર્ગદર્શન આપીને મોટાભાગના આરોપીઓને ઝડપી લઈ મજબૂત પુરાવા એકત્ર કરાવ્યા હતા.
આશિષ ભાટિયા તેઓની વર્તણૂંક અને શિસ્તને લઈને લોકમાનસમાં સારી છબિ ધરાવે છે. પોલીસ કમિશનર એ.કે.સિંઘ બાદ દિવાળીના દિવસોમાં આશિષ ભાટિયાને પોલીસ કમિશનરનો હવાલો સોંપાતા પોલીસ અધિકારી અને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion