શોધખોળ કરો
Advertisement
અમદાવાદના આ વિસ્તારમાં શું વેચનારા ફેરિયાના કારણે ફેલાઈ રહ્યો છે કોરોના ? 21 ફેરિયાના રીપોર્ટ પોઝિટિવ
શાકભાજીના ફેરિયા સુપર સ્પ્રેડર બનતાં આ વિસ્તારમાં કોરોનાના કેસોની સંખ્યા વધી હોવાનું માનીને તંત્રે લોકોને શાકભાજી ખરીદતી વખતે સાવચેત રહેવા કહ્યું છે.
અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાવાયરસના ચેપના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે હાટકેશ્વરમાં એક ખતરનાક ટ્રેન્ડ જોવા મળ્યો છે. અમદાવાદના આ વિસ્તારમાં શાકભાજીના 21 ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ ફેરિયાઓ કોરોનાવાયરસનો ચેપ ફેલાવવામાં વાહક બન્યા હોવાનું તંત્ર માને છે.
શાકભાજીના ફેરિયા સુપર સ્પ્રેડર બનતાં આ વિસ્તારમાં કોરોનાના કેસોની સંખ્યા વધી હોવાનું માનીને તંત્રે લોકોને શાકભાજી ખરીદતી વખતે સાવચેત રહેવા કહ્યું છે. હાટકેશ્વરમાં 21 શાકભાજીના ફેરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હીરાપુર વોર્ડને ક્લસ્ટર કોરોન્ટાઈન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એવો નિયમ પણ બનાવાયો છે કે, અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશ AMCનું હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ ધારક હશે તેવો ફેરિયો જ શાકભાજી વેચી શકશે. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં 21 શાકભાજીના ફેરિયાઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યુ છે. સુપર સ્પ્રેડરને કોરોના થતાં તંત્ર દ્વારા તેમના વિસ્તારોને સેનેટાઈઝ કરવાની પણ કામગીરી શરૂ કરાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement