અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું છરીની અણીએ અપહરણ
અમદાવાદમાં સરખેજમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારે અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે યુવતીના સાસરીયામાં જઈ ચપ્પુની અણીયે અપહરણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ: અમદાવાદમાં સરખેજમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારે અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે યુવતીના સાસરીયામાં જઈ ચપ્પુની અણીયે અપહરણ કરવામાં આવ્યું છે. ઈકો ગાડીમાં બેસાડી માતા સહિતનાં ઈસમો ફરાર થઈ ગયા છે. આ અંગે સરખેજમાં યુવતીનાં પતિએ અપહરણ સહિતની ફરિયાદ નોંઘાવી છે.
ઓઢવમાં એક સાથે ચાર મર્ડરની ઘટનાનું રિકંસ્ટ્રક્શન
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં એકે સાથે ચાર લોકોની કરવામાં આવેલી હત્યાના કેસમાં પોલીસે હત્યારા વિનોદ મરાઠીને સાથે રાખી આખી ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હત્યારા વિનોદ મરાઠીએ જણાવ્યું કે કેવી રીતે તેણે એક બાદ એક એક જ પરિવારના ચાર લોકોને મારી નાખ્યા.
FSLને સાથે રાખી પોલીસે કર્યું રિકંસ્ટ્રક્શન
ઓઢવ વિસ્તારમાં આવેલી દિવ્યાપરભા સોસાયટીના એક મકાનમાંથી 29 તારીખના રોજ ચાર લોકોની હત્યા કરાયેલી લાશ પોલીસને મળી આવી હતી સમગ્ર હત્યાકાંડનો મુખ્ય આરોપી અને ઘરનો મોભી એવો વિનોદ મરાઠી ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકો માંજ ધરપકડ પણ કરી લીધી હતી ત્યારે આજે ઓઢવ પોલીસ દ્વારા FSL અને આરોપીને જોડે રાખીને સમગ્ર ઘટનાનુંરિકંસ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું જેમાં આરોપી વિનોદ મરાઠીએ સમગ્ર ખૂની ખેલને કેવી રીતે અંજામ આપ્યો તે જણાવ્યું છે.
હત્યારા વિનોદ મરાઠીએ કેવી રીતે કરી ચાર-ચાર લોકોની હત્યા?
સૌ પ્રથમ આરોપી વિનોદ મરાઠીએ પોતાની દીકરીને ગુટખા લેવા મોકલી.ત્યારબાદ પોતાની પત્નીને સરપ્રાઈઝ આપવાનું કહીને આંખો પર પટ્ટી બાંધી છરીના ઘા ઝીકયાં. બાદમાં દીકરી માટે ટી-શર્ટ લાવ્યો છું તેમ કહીને પોતાની દીકરીને પણ છરી ના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી.શ્રીખંડ લેવા ગયેલો દીકરો ઘરે પરત ફર્યો ત્યારે તેની આંખ પર પટ્ટી બાંધી સરપ્રાઈઝ આપવાના બહાને તેને પણ પેટના ભાગે છરી ના ઘા મારી રહેંસી નાંખ્યો. બાદમાં પત્ની અને દીકરી અને દીકરાની લાશને એમ ત્રણેય લોકોની લાશને એકે રૂમમાં મૂકી દીધી.
ઘરની પાછળ જ ચારેય મૃતદેહને દાટવાનો પ્લાન હતો
આરોપી વિનોદ મરાઠીએ પોલીસ સમક્ષ એવા ચોંકાવનારા નિવેદનો પણ નોંધાવ્યા છે કે તમામ ચારેય લોકોની હત્યા કર્યા બાદ તમામ લોકોને ઘરની પાછળ જ દાટી દેવાનો પ્લાનિંગ હતો પરંતુ સવાર પડી જતા તેણે કોઈને દાટયા નહિ, અને સવાર પડતાં હથિયાર ફેંકી દઈને ઇન્દોર જવા માટે રવાના થઈ ગયો હતો.