Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે સોમવાર છે શુકનવંતો, જાણો વિગત
Gujarat CM: ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સોમવારે (12 ડિસેમ્બર) બપોરે 2 વાગ્યે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
Gujarat Government Formation: ભારતીય જનતા પાર્ટી (BJP)ની વિક્રમી જીત બાદ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સોમવારે (12 ડિસેમ્બર) બપોરે 2 વાગ્યે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી), કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને ઘણા કેન્દ્રીય પ્રધાનો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
ભૂપેન્દ્ર પટેલ માટે સોમવાર શુકનવંતો છે. તેમના મુખ્યમંત્રી પદના શપથ સાથે સોમવાર જોડાયેલો છે. 13 સપ્ટેમ્બર 2021ના રોજ ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા ત્યારે સોમવાર હતો. આજે 12 ડિસેમ્બર 2022ના રોજ ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે અને આજે પણ સોમવાર છે.
સંભવિત મંત્રીઓની યાદી
મળતી માહિતી મુજબ, નવા કેબિનેટના શપથ ગ્રહણ સમારોહની આગલી રાત્રે પાર્ટી દ્વારા નક્કી કરાયેલા નામો સાથેના ધારાસભ્યોને જાણ કરવામાં આવી હતી. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નિશ્ચિત ધારાસભ્યોને બોલાવ્યા અને જાણ કરી કે તેઓ આવતીકાલે શપથ લેવાના છે. અત્યાર સુધીમાં જે ધારાસભ્યોને ફોન કરીને શપથ લેવાની જાણ કરવામાં આવી છે તેમાં કુલ 17 નામ સામેલ છે.
- ઘાટલોડિયા ધારાસભ્ય - ભૂપેન્દ્ર પટેલ
- મજુરા ધારાસભ્ય - હર્ષ સંઘવી
- વિસનગર ધારાસભ્ય - ઋષિકેશ પટેલ
- પારડી ધારાસભ્ય - કનુભાઈ દેસાઈ
- જસદણ ધારાસભ્ય - કુંવરજીભાઈ બાવળિયા
- ખંભાળિયા ધારાસભ્ય - મૂળુભાઈ બેરા
- જામનગર ગ્રામ્ય ધારાસભ્ય - રાઘવજી પટેલ
- ભાવનગર ગ્રામ્ય ધારાસભ્ય - પુરુષોત્તમ ભાઈ સોલંકી
- સિદ્ધપુર ધારાસભ્ય - બળવંતસિંહ રાજપૂત
- રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય - ભાનુબેન બાબરીયા
- સંતરામપુર ધારાસભ્ય - કુબેર ભાઈ ડીંડોર
- દેવગઢ બારિયા ધારાસભ્ય - બચ્ચુ ખબર
- નિકોલ ધારાસભ્ય - જગદીશ પંચાલ
- ઓલપાડ ધારાસભ્ય - મુકેશ પટેલ
- મોડાસા ધારાસભ્ય - ભીખુભાઈ પરમાર
- કામરેજ ધારાસભ્ય - પ્રફુલ પાનસેરીયા
- માંડવી ધારાસભ્ય - કુંવરજી હળપતિ