શોધખોળ કરો

9 Years Of PM Modi: છેલ્લા 1 વર્ષમાં PM મોદીએ ગુજરાતને ક્યા વિકાસકાર્યોની આપી ભેટ, જુઓ યાદી

9 Years Of PM Modi: ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડબ્રેક બેઠકો મળી હતી. તો હવે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે બીજેપી અને પીએમ મોદી પોતાના હોમ સ્ટેટમાં ચૂંટણીને લઈને કોઈ કસર છોડવા માગતા નથી.

9 Years Of PM Modi: ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડબ્રેક બેઠકો મળી હતી. તો હવે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે બીજેપી અને પીએમ મોદી પોતાના હોમ સ્ટેટમાં ચૂંટણીને લઈને કોઈ કસર છોડવા માગતા નથી.  છેલ્લા 1 વર્ષમાં પીએમ મોદી દ્વારા ગુજરાતને અનેક યોજનાઓની ભેટ આપવામાં આવી છે. પીએમ મોદી 5 જૂનના રોજ બુલેટ ટ્રેનના પ્રોજેકટના કામકાજના નિરિક્ષણ માટે ફરી ગુજરાત આવી રહ્યા છે.તો આજે આપણે આ લેખમાં જોઈશું કે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં કેટલા લોકાર્પણ થયા અને કેટલા કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.

• સપ્ટેમ્બર 2022માં સુરતમાં રૂ.3400 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, જેમાં મહત્વાકાંક્ષી ડ્રીમ (DREAM) સિટી પ્રોજેક્ટના રૂ.370 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ રૂ.139 કરોડના ખર્ચે સુરતમાં નવા બાયોડાયવર્સિટી પાર્કનું ખાતમુહૂર્ત.

• સપ્ટેમ્બર 2022માં રૂ.12  હજાર કરોડથી વધુના ખર્ચે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું લોકાર્પણ 

• સપ્ટેમ્બર, 2022માં ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ. રૂ.4024 કરોડના ખર્ચે આ બંદર વિકસિત કરવામાં આવશે. આ ઉપરાંત, ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અને APPL કન્ટેનરનું ઉદ્ઘાટન. 

• સપ્ટેમ્બર, 2022માં બનાસકાંઠામાં રૂ.7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત. વિવિધ આવાસ યોજના અંતર્ગત 61805  આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાનના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું. 

9 Years Of PM Modi: છેલ્લા 1 વર્ષમાં PM મોદીએ ગુજરાતને ક્યા વિકાસકાર્યોની આપી ભેટ, જુઓ યાદી

• સપ્ટેમ્બર, 2022માં વડાપ્રધાને ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી. 

• ઓક્ટોબર, 2022માં જામનગરમાં સૌની (SAUNI) યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ. રૂ.300 કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ-5 તેમજ રૂ.700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ. 

• અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રૂ.712 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં હૃદયની અદ્યતન સારવાર માટે રૂ.54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ, યુ.એન. મેહતા હોસ્પિટલમાં રૂ.71 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ, કિડની રિસર્ચ સેન્ટર માટે રૂ.408 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્પિટલનું લોકાર્પણ, મેડિસિટીમાં રૂ.140 કરોડના ખર્ચે નિર્મિત GCRIની નવી બિલ્ડિંગનું લોકાર્પણ

9 Years Of PM Modi: છેલ્લા 1 વર્ષમાં PM મોદીએ ગુજરાતને ક્યા વિકાસકાર્યોની આપી ભેટ, જુઓ યાદી

• ઓક્ટોબર, 2022માં ગુજરાતનું મોઢેરા ગામ 24X7 સોલાર પાવર્ડ વિલેજ જાહેર થયું. 

• ઓક્ટોબર, 2022માં મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝનનું લોકાર્પણ, રૂ.336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ

• ઓક્ટોબર, 2022માં ભરૂચમાં રૂ.8200 કરોડથી વધુના વિકાસકાર્યો અને પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ભરૂચમાં રૂ.2500 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહુર્ત 

• ઓક્ટોબર, 2022માં રાજકોટ, મોરબી જિલ્લા તથા અન્ય જિલ્લાના રૂ.7710 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં રાજકોટના ગઢકામાં 119 એકરમાં 20 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતાવાળા અમુલના પ્લાન્ટનું ખાતમુહૂર્ત, મોરબીમાં, મેડીકલ કોલેજ, ફોરલેન રોડ, રેલવે ઓવરબ્રિજ, નવી જિલ્લા કોર્ટ કચેરી સહિતના વિકાસકાર્યો

• ઓક્ટોબર, 2022માં જૂનાગઢમાં કુલ રૂ.4155.17 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે રૂ.2440 કરોડનો ખર્ચ, પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત.

• ઓક્ટોબર, 2022માં તાપી-નર્મદા-સુરત જિલ્લામાં રૂ.2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, જેમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડને દસ મીટર પહોળો કરવાની કામગીરી શરૂ, તાપી તથા નર્મદા જિલ્લામાં પાણી પુરવઠાને લગતા 4 કાર્યોનું ખાતમુહૂર્ત, સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 11 કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.

• ઓક્ટોબર, 2022માં થરાદથી રૂ.8000 કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત.

• કેવડિયા ખાતે પ્રવાસીઓ માટે ભુલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ.

• ઓક્ટોબર, 2022માં પંચમહાલના જાંબુઘોડામાં ₹885.42 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, જેમાં ગોવિંદગુરુ યુનિવર્સીટી ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક ધરાવતી ગુજરાત રાજ્યની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટીનું લોકાર્પણ, રૂ.522 કરોડના ગોધરા મેડિકલ કોલેજ અને રૂ.164 કરોડના કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહીદોની યાદમાં સંત જોરિયા પરમેશ્વર પ્રતિમા અને શહીદ રૂપસિંહ નાયક સ્મારક પ્રતિમાનું લોકાર્પણ.

• મે, 2023માં ગુજરાતમાં રૂ.2452 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, જેમાં રૂ.1654 કરોડના ખર્ચે શહેરી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, પાણી પુરવઠાના રૂ.734 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget