શોધખોળ કરો
Advertisement
અરબી સમુદ્રમાં 24 કલાકમાં લો પ્રેશર થશે સક્રિય, જાણો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ પડશે ભારેથી અતિભારે વરસાદ
લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ 20થી 22 તારીખ સુધી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.a
અમદાવાદઃ રાજ્યમાં વરસાદના વિરામ હાદ ફરીથી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાકમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે. જે ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ 20થી 22 તારીખ સુધી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, લો પ્રેશરને કારણે દ.ગુજરાત અને સૌરાષ્ટ્ર પર વરસાદનું જોર વધશે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ધીમા ધીમા વરસાદી ઝાપટા પડી શકે છે. સિઝનનો 121 ટકા વરસાદ વરસી ચૂક્યો છે એવામાં હજુ વધુ વરસાદ લીલો દુષ્કાળ નોંતરી શકે છે. જો કે વરસાદને લઈને ખેડૂતોમાં તો ખુશહાલીનો માહોલ છે. પણ પાછોતરો વરસાદ એ રોગચાળો અને પૂર નિર્મી શકે છે.
અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બીજા કેટલાક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ હજુ વરસશે. 21 અને 22 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં ઝરમર વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'હાલમાં પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુરુવારે નવસારી-વલસાડ-દમણમાં, શુક્રવારે ડાંગ-વલસાડ-નવસારી-દમણ, શનિવારે વલસાડ-દમણ-સુરત-ડાંગ-તાપી-ભાવનગર-અમરેલીમાં જ્યારે રવિવારે વલસાડ-નવસારી-ભાવનગર-અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેની સંભાવના છે.'
મોદીના પ્રવાસ પહેલા હ્યુસ્ટનમાં ‘મોહનથાળ’ની માંગમાં જોરદાર વધારો, PMને ભાવે છે બહુ
કલાકારો દ્વારા ‘રત્નાકર’ એવોર્ડ પરત કરાયા બાદ સરધારના નિત્યસ્વરૂપદાસ સ્વામીનો માફી માંગતો વીડિયો આવ્યો સામે, જાણો શું કહ્યું
મુંબઈમાં વરસાદનું રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજોમાં જાહેર કરવામાં આવી રજા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement