શોધખોળ કરો
Advertisement
LRD પેપર કાંડના મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુરની ATSએ કરી ધરપકડ, જાણો વિગત
વિરેન્દ્રએ તેની ઓળખ બદલવા માટે તેનો વેશ પણ બદલી નાંખ્યો હતો. તેણે વ્હાઇટ દાઢી રાખી ઓળખ છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદઃ LRD પેપર લીક કાંડના મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુરની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS અને ક્રાઇમબ્રાન્ચે વિરેન્દ્ર માથુરની ધકરપકડ કરી છે, જે બાદ તેને ગાંધીનગર પોલીસને સોંપવામાં આવશે. વિરેન્દ્રએ તેની ઓળખ બદલવા માટે તેનો વેશ પણ બદલી નાંખ્યો હતો. તેણે વ્હાઇટ દાઢી રાખી ઓળખ છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એટીએસ દ્વારા તેની પર વોચ રાખવામાં આવી હતી. જે બાદ તેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.
વિરેન્દ્રની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ કેસમાં અગાઉ પકડાયેલો આરોપી વિનય અરોરા અને તેનો સાથીદાર વિનોદ ચિક્કારા તેને પરીક્ષાના બે દિવસ પહેલાં સોલ્વ કરેલા પ્રશ્નપત્ર આપ્યા હતા. જે બદલ વિરેન્દ્રએ તેને એક કરોડ રૂપિયા આપવાના હતા.
5 રાજ્યોમાં કરી ચૂક્યો છે પેપર લીક
વિરેન્દ્ર માથુર 5 રાજ્યોમાં પેપર લીક કરી ચૂક્યો છે. આ મામલે 16થી 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે બાદ હવે મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુરને ઝડપી લેવાયો છે. સાથે જ તે અનેક ગુનાઓમાં વોન્ટેડ પણ હતો. વિરેન્દ્ર માથુરની ધરપકડ બાદ તેની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઇ શકે છે. તેની પૂછપરછમાં પેપર લીક કાંડના અન્ય આરોપીઓ સહિત પેપર લીક માટે કેટણ નાણાં ચૂકવ્યા હતા તે સહિતની માહિતી બહાર આવી શકે છે.
વેઇટ લિફ્ટરનો રહી ચૂક્યો છે કોચ
વિરેન્દ્ર માથુર એક વેઇટ લિફ્ટર હતો અને દિલ્હીમાં રહેતો હતો. તે કોચ પણ રહી ચૂક્યો છે. તે રૂપિયા કમાવવાની લાલચમાં પેપક લીક કરવાનું કૌભાંડ ચલાવતો હતો. ગુજરાતાં પેપક લીક મામલો સામે આવ્યા બાદ તેની ધરપકડ કરવા માટે અનેક ટીમો બનાવવામાં આવી હતી.
ગત 2 ડિસેમ્બર 2018ના રોજ ગુજરાત પોલીસ ખાતામાં 9713 લોક રક્ષકની લેખિત પરીક્ષા યોજાવવાની હતી. જે દરમિયાન પેપર લીકની ધટના સામે આવતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement