Ahmedabad: AMCની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં 8088 બાળકો વચ્ચે માત્ર 39 જ શિક્ષકો: મનીષ દોશી
અમદાવાદ: AMC ની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં શિક્ષકોની ઘટનો આરોપ લાગ્યો છે. AMC ની અંગ્રેજી માધ્યમની ધોરણ 1 થી 5 ની સ્કૂલોની હાલત શિક્ષક વગર કફોડી બની હોવાનો આરોપ કોંગ્રેસ નેતા ડૉ. મનીષ દોશીએ લગાવ્યો છે
અમદાવાદ: AMC ની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં શિક્ષકોની ઘટનો આરોપ લાગ્યો છે. AMC ની અંગ્રેજી માધ્યમની ધોરણ 1 થી 5 ની સ્કૂલોની હાલત શિક્ષક વગર કફોડી બની હોવાનો આરોપ કોંગ્રેસ નેતા ડૉ. મનીષ દોશીએ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં ધોરણ 1થી5ની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલો છે. 54માંથી 36 સ્કૂલોમાં એક પણ કાયમી શિક્ષક નથી. સ્કૂલ બોર્ડની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલમાં માત્ર 39 શિક્ષકો છે. 8088 બાળકો વચ્ચે માત્ર 39 જ શિક્ષકો હોવાનો પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ દાવો કર્યો છે. 255 ના મહેકમ સામે 216 શિક્ષકોની અંગ્રેજી માધ્યમમાં ઘટ છે.
કોરોનાના સંભવિત ખતરા વચ્ચે અમદાવાદમાં વેક્સીનનો જથ્થો ખુટી પડ્યો
એક તરફ દેશમાં કોરોનાની ચોજી લહેરની ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ અમદાવાદ શહેરમાં વેકસીનનો જથ્થો ખુટી ગયો હોવાની વાત સામે આવી છે. AMC એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ વેક્સીનના જથ્થા માટે માગ કરી છે. એક દિવસમાં વેક્સીન લેનાર નાગરિકોની સંખ્યા 300 થી વધીને 4500 એ પહોચી ગઈ છે.
અમદાવાદ મહાનગરપાલિકા પાસે વેકસીનનો જથ્થો ખુટી ગયો છે. બે ડોઝ બાદ પ્રિકોશન ડોઝ હાલ સુધી 10 લાખ લોકોએ એટલે કે 22 ટકા વસ્તીએ જ લીધો છે. અન્ય દેશોમાં કોરોના વકરતા અમદાવાદમાં એ સ્થિતિ છે કે જ્યાં એક દિવસમાં 300 લોકો વેક્સીન લેતા હતા તેની સરખામણીએ છેલ્લા ત્રણથી ચાર દિવસમાં 4500 જેટલા નાગરિકોને વેક્સીન પુરી પાડવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે AMC એ રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ વેક્સીનની માંગ કરી છે. AMC ને આશા છે કે વેક્સીનનો જથ્થો આગામી એક સપ્તાહમાં પૂરો પાડવામાં આવી શકે છે.
તો બીજી તરફ મંગળવારે AMC સંચાલિત હોસ્પિટલ મોકડ્રિલ હાથ ધરવામાં આવશે. જેમાં SVP, LG અને શારદાબેન હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને હોસ્પિટલમાં બેડની સંખ્યા અંગે ચકાસણી કરવામાં આવશે. હાલમાં AMC ના ચોપડે 10 જેટલા એક્ટિવ કેસ છે જેમાંથી બે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.
કોરોનાને લઈ પ્રાથમિક શાળાઓમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ માટે સૂચના અપાઈ
કોરોનાની આશંકાને પગલે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં માસ્ક, સોશલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરના ઉપયોગ માટે મૌખિક સૂચના આપવામાં આવી છે. ચીન સહિતના દેશમાં કોરોનાના કેસમાં જબરજસ્ત વધારો થયો છે. ત્યારે દેશમાં કોરોનાના કેસમાં વધારો ન થાય એ માટે હવે શાળાઓ પણ ફરી સતર્ક બની છે. શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટન્સનુ પાલન કરાવવા મૌખિક સૂચના આપી છે. આ અંગે આગામી સમયમાં લેખિતમાં પરિપત્ર બહાર પડાશે. ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અનેક દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.