શોધખોળ કરો

ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા

Gujarat Rain: ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગના તાજેતરના નાઉકાસ્ટ મુજબ, આગામી ત્રણ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની સંભાવના છે.

Gujarat Rain: ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગના તાજેતરના નાઉકાસ્ટ મુજબ, આગામી ત્રણ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની સંભાવના છે. સવારના 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે આ વરસાદની આગાહી કરવામાં આવી છે.

કયા વિસ્તારોમાં કેવો વરસાદ?

મધ્યમ વરસાદની આગાહી:

અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, અમદાવાદ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.

હળવા વરસાદની આગાહી:

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની શક્યતા છે.

અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, ભારે વરસાદની સંભાવના

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ સર્જાઈ શકે તેવી પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં બેથી પાંચ ઇંચ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. એલિસબ્રિજ વિસ્તારમાં વરસાદી છાંટા શરૂ થઈ ગયાના અહેવાલ છે, જે સંકેત આપે છે કે ટૂંક સમયમાં વરસાદ વધુ જોર પકડી શકે છે.

વરસાદ માટે જવાબદાર સિસ્ટમ્સ

બંગાળની ખાડીમાં સક્રિય થયેલી ત્રણ મુખ્ય સિસ્ટમ્સ – લો પ્રેશર એર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસુન ટ્રફ – ના કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ્સના સક્રિય થવાથી ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય બન્યું છે.

 આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરુઆત વહેલી થઈ હતી. જૂન મહિનાથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજે પણ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી છે. 

રાજ્યના હવામાન વિભાગ દ્વારા  આગાહી પ્રમાણે 26 જુલાઈએ શનિવારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે.  છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની સંભાવનાઓ છે. દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ,  ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. 

27  જુલાઈ રવિવારે પણ  ભારે વરસાદનું અનુમાન છે. ભારે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકાની સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. આ સિવાય આગામી ચાર દિવસ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદનું અનુમાન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
સરકારી નોકરીની તક, RITESમાં 150 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તક, RITESમાં 150 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત
Embed widget