Gujarat Weather: રાજ્યના આ વિસ્તાર માટે આગામી 3 કલાક ભારે, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Weather: ગુજરાત હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નાઉકાસ્ટ (તાત્કાલિક આગાહી) જાહેર કરી છે, જે મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી હળવા વરસાદની શક્યતા છે:

Gujarat Weather: ગુજરાત હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નાઉકાસ્ટ (તાત્કાલિક આગાહી) જાહેર કરી છે, જે મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી હળવા વરસાદની શક્યતા છે:
ભારે વરસાદની આગાહી: અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્યમ વરસાદની આગાહી: જૂનાગઢ, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની શક્યતા છે.
હળવા વરસાદની આગાહી: પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ખેડામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ તારીખ સુધી માવઠાનું જોર રહેશે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન ને કારણે ગુજરાતમાં આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદ (માવઠા) ની આગાહી કરી છે. આ વરસાદની તીવ્રતા 25 થી 30 ઓક્ટોબર દરમિયાન વધુ રહેશે, જ્યારે 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન તેમાં ઘટાડો થશે. સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાત માં જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં 1 થી 2 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી સહિતના તમામ વિસ્તારોમાં પણ 0.5 થી 1.5 ઇંચ વરસાદની સંભાવના છે. ખેડૂતોને તૈયાર પાકને તાત્કાલિક સાચવી લેવા માટે સાવચેતી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.
માવઠાની તીવ્રતા: 25 થી 30 ઓક્ટોબર દરમિયાન વધુ રહેશે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ અગાઉ આપેલી આગાહી મુજબ, ગુજરાતમાં કમોસમી વરસાદ (માવઠું) આજથી એટલે કે 25 ઓક્ટોબર થી શરૂ થઈ ગયો છે અને તે 2 નવેમ્બર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. આ વરસાદ પાછળનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં ડિપ્રેશનમાં મજબૂત થવાની શક્યતા છે. આ સિસ્ટમ ગુજરાત પાસેથી પસાર થતાં તેનો અસરગ્રસ્ત ઝોન (Shear Zone) રાજ્યના મોટા ભાગ પરથી પસાર થશે.
પરેશ ગોસ્વામીના મતે, માવઠાની સૌથી વધુ તીવ્રતા અને અસર 25 થી 30 ઓક્ટોબર સુધી જોવા મળશે. ત્યારબાદ, 31 ઓક્ટોબર, 1 અને 2 નવેમ્બર ના રોજ વરસાદની શક્યતા અને તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે. આ માવઠાનો સૌથી વધુ પ્રભાવ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાત ના વિસ્તારોમાં જોવા મળશે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત માં લગભગ તમામ કેન્દ્રોમાં વરસાદની શક્યતા છે. જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, અને નવસારી સહિતના વિસ્તારોમાં 0.5 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડવાનું અનુમાન છે, જ્યારે એક-બે સેન્ટરમાં 1.5 ઇંચ થી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે. જોકે, આ વિસ્તારના 50 થી 60% ભાગમાં જ વરસાદ થવાની શક્યતા છે, સાર્વત્રિક વરસાદની સંભાવના ઓછી છે.
સૌરાષ્ટ્ર માં પણ તમામ સેન્ટર્સ પર વરસાદની શક્યતા છે, પરંતુ સૌથી વધુ તીવ્રતા નીચેના ચાર જિલ્લામાં જોવા મળશે:
- ભાવનગર
- અમરેલી
- ગીર સોમનાથ
- જૂનાગઢ
આ ચાર જિલ્લામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ અને એક-બે સેન્ટરમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ પણ પડી શકે છે, જોકે અહીં પણ 50-60% વિસ્તારમાં જ વરસાદ જોવા મળી શકે છે.





















