શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં કોરોનાના વધુ ત્રણ કેસ આવ્યા સામે, કયા જિલ્લામાં સામે આવ્યા નવા કેસ? જાણો વિગત
વલસાડ, ભાવનગર અને પંચમહાલમાં કોરોનાના વધુ નવા એક-એક કેસ પોઝિટિવ આવ્યા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધુ ત્રણ કેસ સામે આવ્યા છે. વલસાડ, ભાવનગર અને પંચમહાલમાં કોરોનાના વધુ નવા એક-એક કેસ પોઝિટિવ આવ્યા છે. વલસાડની વાત કરીએ તો ધરમપુરની 27 વર્ષીય મહિલાનો કેસ પોઝિટિવ આવ્યો છે. જોકે, કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી નથી. તેમને વલસાડ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. વલસાડ કલેકટરે ટ્વિટ કરી જાણકારી આપી છે.
ભાવનગરમાં એક પુરુષ તો પંચમહાલના ગોધરામાં એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે સારા સમાચાર એ છે કે વડોદરમાં એક સાથે 45 દર્દી સાજા થઈ ગયા છે અને આજે તમને રજા આપવામાં આવશે. ભાવનગરના કણબીવાડ વિસ્તારમાં 60 વર્ષના પુરુષનો કેસ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસનીસંખ્યા 34એ પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં ભાવનગરમાં કુલ 5 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો અહીંના ગોધરામાં 70 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોધરાના વેજલપુર રોડ વિસ્તારના 70 વર્ષીય મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા હાલમાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાળ હેઠળ છે. આ સાથે પંચમહાલ જિલ્લામાં કુલ કોરોના દર્દીની સંખ્યા 12એ પહોંચી ગઈ છે જ્યારે 2 લોકોના મોત થયા છે.
આ સાથે વડોદરામાં એક-બે નહીં પણ એક સાથે 45 દર્દી સાજા થઈ ગયા છે. આજે આ તમામ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. વડોદરાવાસીઓ માટે આ સૌથી મોટા રાહતના સમાચાર છે. મળતી માહિતી પ્રમાણે આજે 45 દર્દીને હોસ્પિટલમાં રજા આપવામાં આવશે. આ તમામ દર્દીઓ ઈબ્રાહીમ બાવાની આઈટીઆઈના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા હતા. આ 45 કોરોના પોઝીટીવ દર્દીના બે વખત રિપોર્ટ નેગેટિવ આવતા આજે તેમને રજા આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion