અમદાવાદ ક્લીન એન્ડ ગ્રીન સિટી બનવામાં દેશમાં અગ્રેસર, શહેરમાં 20 લાખથી વધુ વૃક્ષો વાવ્યા
મુખ્યમંત્રીના નેતૃત્વમાં અમદાવાદ ક્લીન એન્ડ ગ્રીન સિટી બનવામાં દેશનું અગ્રેસર શહેર બન્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્યમંત્રીના નેતૃત્વમાં અમદાવાદ ક્લીન એન્ડ ગ્રીન સિટી બનવામાં દેશનું અગ્રેસર શહેર બન્યું હતું. શહેરમાં 20 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025 અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, શહેર વિસ્તારના ધારાસભ્યો, મહાનગરપાલિકાના હોદ્દેદારો પણ વૃક્ષારોપણમાં જોડાયા હતા. અમદાવાદ ક્લીન એન્ડ ગ્રીન સિટી બનવામાં દેશનું અગ્રેસર શહેર છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ઉમિયા ચિલ્ડ્રન હોસ્પિટલ સામે,ઉમિયા હોલ સર્કલ,ચાંદલોડિયા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.#GreenAhmedabad #AMC #UrbanGreenery #SustainableCity #Mission4MillionTrees #CleanGreenCity pic.twitter.com/3CzF1UXjub
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) July 30, 2025
મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે. ક્લીન સિટી અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ પાર પાડવા મહાનગરપાલિકાએ મુખ્યમંત્રીના દિશા સૂચનમાં 40 લાખ વૃક્ષો વાવવાનું મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025 ચલાવ્યું છે. મિશન ફોર મિલીયન ટ્રીઝ 2025 FMT અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ 40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે. જે પૈકી 29 જૂલાઈ 2025 સુધી કરવામાં આવેલ વૃક્ષારોપણ સાથે કુલ 20,42,689 વૃક્ષો રોપવામાં આવ્યા છે. આમ 40 લાખનાં લક્ષ્યાંકની સામે 51 ટકા વૃક્ષારોપણની સિદ્ધિ અમદાવાદ મહાનગરપાલિકાએ હાંસલ કરી છે. આ ઉપરાંત કોઈ નાગરિક AMC સેવા એપ ઉપર રજીસ્ટ્રેશન કરે તો અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ ઘર આંગણે જઈને વિનામૂલ્યે વૃક્ષારોપણ કરી આપે તેવી સવલત પણ શહેરીજનો માટે ઉપલબ્ધ છે.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. AMC દ્વારા 2020-21 થી 2024-25ના સમયગાળા દરમિયાન 93 લાખથી અધિક વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા ત્રણ વર્ષ (2022-23 થી 2024-25)માં 70 લાખથી વધુ વૃક્ષોનો સમાવેશ થાય છે. 'મિશન મિલિયન ટ્રીઝ' જેવી ઝુંબેશ દ્વારા નાગરિકોની સહભાગીતાથી મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. પાછલા પાંચ વર્ષમાં અમદાવાદમાં 260થી વધુ અર્બન ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે.





















