(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, નરેશ પટેલ અને પ્રશાંત કિશોરને લઈને ચોંકાવનારો ખુલાસો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં નરેશ પટેલ અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને લઈને રાજકારણ ગરમાયું છે. જો કે હવે આ બન્ને દિગ્ગજોને લઈને કેટલીક વાતો સામે આવી છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં નરેશ પટેલ અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને લઈને રાજકારણ ગરમાયું છે. જો કે હવે આ બન્ને દિગ્ગજોને લઈને કેટલીક વાતો સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે પ્રશાંત કિશોર રણનીતિકાર તરીકે નહિ એક નેતા તરીકે કોંગ્રેસમાં કામ કરશે. તેઓ ટૂંક સમયમાં જ
વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે.કોંગ્રેસના જોડાયા બાદ તેઓ ગુજરાત માટે કરશે કામ.
આ ઉપરાંત ગુજરાતમાં સૌથી વધુ અટકળો નરેશ પટેલને લઈને ચાલી રહી છે. પરંતુ નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જોડાશે તેવી વાત સામે આવી છે. નરેશ પટેલ 2022ની ચૂંટણી પણ લડશે. જો કે તેના આવવાથી હાર્દિક પટેલનું પદ યથાવત રહેશે. હાર્દિકનું કદ ન ઘટે તે માટે નરેશ પટેલને અન્ય કામગીરી સોંપાશે. નરેશ પટેલની પોતાને CMનો ચેહરો જાહેર કરવાની માગ કરી હોવાની અટકળો ચાલી રહી છે. જોકે આ મામલે કોંગ્રેસે હજુ સુધી કોઈ કમીટમેન્ટ આપ્યું નથી. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર એપ્રિલના પહેલા સપ્તાહમાં કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.
ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યની ભાજપમાં જોડાવાની ધમકી ?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એકવાર મોટું ભંગાણ થઈ શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલ ખેડબ્રહ્માના ધારાસભ્ય છેય છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે. વિધાનસભાના વિપક્ષના નેતા ના બનાવતા કોટવાલ નારાજ છે. કોટવાલ છેલ્લા ઘણા સમયથી ગૃહમાં પણ ગેરહાજર રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી કોટવાલ કોંગ્રેસના નેતાઓના ફોન નથી ઉપાડી રહ્યા.
નારાજ ધારાસભ્યને મનાવવા પ્રદેશ કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. આદિવાસી નારાજ ધારાસભ્યને મનાવવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રભારી રઘુ શર્મા પણ તેમની નારાજગી દૂર કરવા પ્રયાસ કરી રહ્યા છે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે મધુસૂદન મિસ્ત્રીના કારણે અશ્વિન કોટવાલ નારાજ છે. 2022ની ચૂંટણીમાં મિસ્ત્રીના ઈશારે હેરાન થવાની તેમને આશંકા છે.
રાહુલ ગાંધી સુધી પહોંચ્યો મામલો
મધુસૂદન મિસ્ત્રી દ્વારા હેરાનગતિ ન થાય તેવી રાહુલ ગાંધી ગેરંટી આપે તેવી કોટવાળની માંગ હોવાનું સૂત્રએ જણાવ્યું છે. લોકપ્રિયતા હોવા છતા 2017માં ટિકિટ માટે કોટવાળને હેરાન થવું પડ્યું હતું. મધુસુદન મિસ્ત્રી તરફથી હેરાનગતિ અટકવાનું નક્કર વચન હાઈકમાંડ નહીં આપે તો કોટવાલ કોંગ્રેસ છોતે તેવી શક્યતા છે. રઘુ શર્માના પ્રયાસો નિષ્ફળ રહેતા મામલો રાહુલ ગાંધી સુધી પહોંચ્યો છે. વિધાનસભાનું સત્ર પૂરું થયા બાદ કોટવાલ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે.