શોધખોળ કરો

આજથી નવરાત્રીનો પ્રારંભઃ આ વર્ષે નવરાત્રીમાં નહીં રમી શકાય ગરબા, જાણો શું છે આખી ગાઇડલાઇન?

નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય.

અમદાવાદઃ આજથી માતાજીના નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે. જોકે, હાલ, ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં સરકારે નવરાત્રીમાં કોઈ પણ ગરબા રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોના મહામારી વચ્ચે નવરાત્રીના તહેવારનો લઈ રાજય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકા મુજબ આ વર્ષે રાજ્યમાં નવરાત્રી દરમિયાન જાહેરમાં ગરબાનું આયોજન કરી શકાશે નહીં. એટલે કે રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય. અગાઉ પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ મુકાયો હતો. હવે પેકિંગમાં પ્રસાદ વિતરણ કરવાની છૂટ આપી છે. જાહેરમાં ગરબીના સ્થાપન માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજૂરી લેવી જરૂરી રહેશે. જોકે, સોસાયટી-ફ્લેટમાં માતાજીની આરતી માટે પોલીસની મંજૂરીની જરૂર નથી. 200થી વધુ વ્યક્તિ એકત્રિત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. કાર્યક્રમ દરમિયાન તમામ એસઓપીનું પાલન અવશ્ય કરવાનું રહેશે. રાજય સરકારે નવરાત્રી ઉપરાંત દશેરા, દિવાળી, નૂતનવર્ષનું સ્નેહમિલન સહિતના તહેવારોની ઉજવણીને લઈ પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહનાં આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને એ માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાનાં રહેશે. 65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયનાં બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ના લેવા સલાહ આપવામા આવી છે. જો કે આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50 ટકા કે વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે. લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિ ભાગ લઈ શકશે. મૃત્યુ બાદની અંતિમક્રિયા-ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિની મર્યાદા રહેશે. રાજય સરકારે મેળા, રેલી, પ્રદર્શનો, રાવણદહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય એના પર પ્રતિબંધ મૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Embed widget