શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના, NDRFની ટીમો કરાઈ તૈનાત, જાણો વિગત
ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઇને NDRFની 6 ટીમોને રાજ્યના અલગ અલગ વિસ્તારમાં તહેનાત કરવામાં આવી છે. આ ટીમોને નવસારી, વલસાડ, પાટણ, ભુજ, જૂનાગઢ, રાજકોટમા મોકલવામાં આવી છે.
અમદાવાદઃ હાલ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. રાજય પર સક્રિય થયેલી સિસ્ટમના કારણે આગામી 48 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના અપાઈ છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઇને NDRFની 6 ટીમોને રાજ્યના અલગ અલગ વિસ્તારમાં તહેનાત કરવામાં આવી છે. આ ટીમોને નવસારી, વલસાડ, પાટણ, ભુજ, જૂનાગઢ, રાજકોટમા મોકલવામાં આવી છે અને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વરસાદની સ્થિતી અને ત્યારબાદની પરિસ્થિતિને પહોચી વળવા આ ટીમોને મોકલવામાં આવી છે. આગામી 5 દિવસ ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, રાજકોટ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ થશે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં લો-પ્રેસર અને સાયક્લોનિક સરક્યુલેશનના કારણે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે.
પાકિસ્તાનનો આ સ્ટાર ક્રિકેટર શું હવે ઈંગ્લેન્ડ તરફથી રમશે ? જાણો વિગતે
ધો. 12 સાયન્સનું પૂરક પરીક્ષાનું પરિણામ થયું જાહેર, છોકરીઓએ મારી બાજી, જાણો વિગત
મુંબઈ વરસાદથી ગુજરાતનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, જાણો કઈ ટ્રેન કરાઈ રદ્દ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement