શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોનાના નવા 279 કેસ, 28ના મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 10280
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 279 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 28 દર્દીઓના મોત થયા છે.
અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 279 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 28 દર્દીઓના મોત થયા છે. 187 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં નવા 279 કેસ નોંધાતા સંક્રમિત દર્દીઓની સંખ્યા 10280 પર પહોંચી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 697 દર્દીઓના મોત થયા છે.
અમદાવાદમાં હાલ કુલ 10280 સંક્રમિત દર્દીઓ છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 697 લોકોના મોત થયા છે, જ્યારે 4051 લોકો સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે કુલ 29 લોકોના મોત થયા છે તેમાંથી કુલ 28 લોકોના મોત અમદાવાદમાં થયા છે.
રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 394 કેસ સામે આવ્યા છે અને વધુ 29 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 243 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 14063 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 858 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement