શોધખોળ કરો
Advertisement
આગામી ચાર દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ? શું કરવામાં આવી છે આગાહી?
૫ અને ૬ તારીખના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે.
અમદાવાદઃ આવનારા ચાર દિવસ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે. ગુજરાતના રીજીયન અને સૌરાષ્ટ્ર રીજીયનના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ચાર તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરીયા બનશે, જેનાથી ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસાદ થશે. ૫ અને ૬ તારીખના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે.
૭ તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ૫મી તારીખથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને ૫ થી ૭ તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં ૪૩ ટકા વરસાદ થયો છે. બંગાળાની ખાડીનાં ઉભા થનારા હવાના હળવા દબાણથી ગુજરાત રીજીયનમાં વરસાદની રહેલી ઘટ ઓછી થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion