(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: વેજના બદલે ગ્રાહકને નોનવેજ આપ્યું, જાણો આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટને કેટલો દંડ ફટકાર્યો
અમદાવાદના સાઉથ બોપલની 'ટોમેટોઝ કેરી ઓન' નામની રેસ્ટોરન્ટને 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. વેજીટેબલના બદલે એક ગ્રાહકને નોન વેજ પીરસી દેવામાં આવ્યું હતું.
અમદાવાદ: અમદાવાદના સાઉથ બોપલની 'ટોમેટોઝ કેરી ઓન' નામની રેસ્ટોરન્ટને 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. વેજીટેબલના બદલે એક ગ્રાહકને નોન વેજ પીરસી દેવામાં આવ્યું હતું. ગઈકાલે મિત રાવલ નામનો યુવક પરિવાર સાથે હોટલમાં ડીનર માટે ગયો હતો. ડિનરમાં 'વેજ મેક્સિકન હોટ પોટ'નો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેની જગ્યાએ નોન વેજ પીરસી દેવામાં આવ્યું હતું.
સમગ્ર મામલે મીત રાવલે હોટલના મેનેજરને ફરીયાદ કરી છે. પરંતુ કોઈએ રજૂઆત ન સાંભળી. જેથી આરોગ્ય વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે રેસ્ટોરન્ટમાં તપાસ કરી અને રેસ્ટોરન્ટના માલિકને 10 હજારનો દંડ ફટકાર્યો છે.
સાઉથ બોપલની ટોમેટોસ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયેલા શખ્સ દ્વારા શાકાહારી ભોજનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ શખ્સે વેજીટેરિયન ઓર્ડર આપ્યો હોવા છતાં તેને નોનવેજ પીરસાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શંકાસ્પદ જમવાનું ચેક કરતા વેજના બદલે નોનવેજ પીરસાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
શહેરમાં રાત્રે આ સમય બાદ અને આ સ્થળે નહિ ફોડી શકાય ફટાકડા, પોલીસ કમિશનરનું જાહેરનામુ
અમદાવાદમાં ફટાકડા ફોડવાને લઈ અમદાવાદ પોલીસે જાહેરનામુ બહાર પાડ઼્યું છે. અમદાવાદ શહેરમાં રાત્રે 8 વાગ્યા થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. ઉપરાંત કોઈપણ ચાઈનીઝ ટુક્કલ, આકાશબાજી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારના વિદેશી ફટાકડા ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે.હોસ્પિટલ નર્સિગ હોમ, આરોગ્ય કેન્દ્રો ,શૈક્ષણિક સસ્થાઓ તેમજ ધાર્મિક સ્થળો પર ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્તરે જઇ રહ્યુ છે. તેથી કેટલાક ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને ધ્વનિ પ્રદૂષણ કરે એવા ફટાકડા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
તો બીજી તરફ અમદાવાદમાં દિવાળીના તહેવારને લઇને AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકારી હોસ્પિટલમાં 24 કલાક તબીબોને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી છે. અલગ અલગ શિફ્ટમાં કામગીરી કરવા સરકારી હોસ્પિટલના તબીબોને આદેશ આપવામાં આવ્યા છે.ઉલ્લેખનિય છે કે, દિવાળીના તહેવારમાં આતિશબાજી સમયે દુર્ઘટના થવાની શક્યતા રહે છે. આ સમયે દાઝ્યાના કેસ સાથે આંખમાં ઇજાઓના કેસ વધવાની આશંકાના પગલે તબીબોને હાજર રહેવા સુચના અપાઇ છે.
અમદાવાદ કોર્પોરેશન દ્રારા અમદાવાદને દિવાળીના પર્વે રોશન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ અવસરે અમદાવાદ શહેરના મુખ્ય બ્રીજ પર લાઇટિંગ કરવામાં આવશે. અમદાવાદને દિપાવલીમાં રોશન કરવા માટે લાઇટિંગનો ખર્તે અંદાજિત 1 કરોડ ફાળવવામાં આવ્યા છે.