શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે આવ્યા મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ
શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો 3 હજારની અંદર આવી ગયા છે અને ગઈ કાલ સુધીમાં 2992 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1809 લોકોના કોરોનાથી મોત થયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ વધતા એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે. ત્યારે અમદાવાદથી પણ કોરોનાના એક્ટિવ કેસોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો 3 હજારની અંદર આવી ગયા છે અને ગઈ કાલ સુધીમાં 2992 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1809 લોકોના કોરોનાથી મોત થયા છે.
અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો કોરોનાના એક્ટિવ કેસો ઘટીને 3492 થઈ ગયા છે. તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં 22940 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ કુલ 1855 લોકોના કોરોનાથી મોત થયા છે. ગઈ કાલે રાજ્યમાં 1158 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3587 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,209 એક્ટિવ કેસ છે, જ્યારે 1,35,127 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 82 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,127 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,53,923 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશમાં 3, મહીસાગરમાં 1 મળી કુલ 10 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 169, અમદાવાદ કોર્પોરેશનમાં 163, વડોદરા કોર્પોરેશનમાં 84, સુરતમાં 79, જામનગર કોર્પોરેશનમાં 77, વડોદરામાં 41, રાજકોટ કોર્પોરેશનમાં 73, મહેસાણામાં 41, વડોદરામાં 40, રાજકોટમાં 36, પંચમહાલમાં 27, ભરૂચમાં 26, જામનગરમાં 23, મોરબી અને સાબરકાંઠામાં 22 કેસ નોંધાયા હતા.
કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં ગઈ કાલે કુલ 1375 દર્દી સાજા થયા હતા અને 50993 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 51,14,677 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 87.79 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,82,247 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,81,949 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 298 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement