શોધખોળ કરો
અમદાવાદ શહેરમાં કેટલા છે કોરોનાના એક્ટિવ કેસ? કયા વિસ્તારમાં કેટલા કેસ નોંધાયા? જાણો વિગત
અમદાવાદમાં નવા 268 કેસ સાથે કોરોનાના અત્યાર સુધી 12793 કેસ નોંધાયા છે. ગઈ કાલે 203 સાથે અત્યાર સુધી 9092 લોકો ડિસ્ચાર્જ થયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ લોકો મોટી સંખ્યામાં સ્વસ્થ પણ થઈ રહ્યા છે. અમદાવાદમાં નવા 268 કેસ સાથે કોરોનાના અત્યાર સુધી 12793 કેસ નોંધાયા છે. ગઈ કાલે 203 સાથે અત્યાર સુધી 9092 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 22ના મોત સાથે કોરોનાથી કુલ ૮૯૮ના મોત થયા છે. અમદાવાદ શહેરમાં હાલ 2803 એક્ટિવ કેસ છે. મધ્ય ઝોનમાં નવા 37 કેસ સાથે અત્યાર સુધી 310 એક્ટિવ કેસ મધ્ય ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ અસારવા 12 દરિયાપુર 2 જમાલપુર 1 ખાડિયા 6 શાહીબાગ 12 શાહપુર 4 ઉત્તર ઝોનમાં નવા 47 કેસ સાથે અત્યાર સુધી 849 એક્ટિવ કેસ ઉત્તર ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ બાપુનગર 8 ઇન્ડિયાકોલોની 2 કુબેરનગર 7 નરોડા 7 સેજપુર બોઘા 11 સરસપુર 4 સરદાર નગર 4 ઠક્કર નગર 4 ઉત્તર પશ્ચિમ ઝોનમાં નવા 14કેસ સાથે અત્યાર સુધી 122 એક્ટિવ કેસ ઉત્તર પશ્ચિમ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ બોડકદેવ 6 ચાંદલોડિયા 1 ઘાટલોડીયા 2 ગોતા 4 થલતેજ 1 દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નવા 24 કેસ સાથે અત્યાર સુધી 274 કેસ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ જોધપુર 5 મક્તમપુરા 6 સરખેજ એક વેજલપુર 12 પૂર્વ ઝોનમાં નવા 53 કેસ સાથે અત્યાર સુધી 459 એક્ટિવ કેસ પૂર્વ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ અમરાઈવાડી 10 ભાઈપુરા હાટકેશ્વર 4 ગોમતીપુર 5 નિકોલ 16 ઓઢવ 10 વસ્ત્રાલ 3 વિરાટ નગર 5 દક્ષિણ ઝોનમાં નવા 41 કેસ સાથે 321 એક્ટિવ કેસ દક્ષિણ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ બહેરામપુરા એક દાણીલીમડા ચાર ઇન્દ્રપુરી 2 ઇસનપુર ૧૨ ખોખરા 2 લાંભા 4 મણીનગર 9 વટવા 7 પશ્ચિમ ઝોનમાં નવા 52 કે સ સાથે અત્યાર સુધી 468 એક્ટિવ કેસ પશ્ચિમ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ ચાંદખેડા 2 નારણપુરા 13 નવરંગપુરા 9 પાલડી 5 રાણીપ છ સાબરમતી 7
વધુ વાંચો





















