શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: રામોલ ગેંગરેપ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, જાણો વિગત
મદાવાદના રામોલમાં કોલેજની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ થયા બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. આ કેસના નાસતાં ફરતા બે આરોપીમાંથી એકની આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદ: અમદાવાદના રામોલમાં કોલેજની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ થયા બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. આ કેસના નાસતાં ફરતા બે આરોપીમાંથી એકની આરોપીની ધરપકડ કરી છે. હજુ પણ એક આરોપીની શોધખોળ પોલીસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના રામોલ કોલેજની વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટનાના નાસતા ફરતા બે આરોપીમાંથી રાજેશ નામના આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજેશ અમદાવાદના રાણીપ વિસ્તારનો છે. જોકે પોલીસે તેને કઈ જગ્યાએ ઝડપી પાડ્યો તે હજુ જણાવાયું નથી.
નોંધનીય છે કે, રામોલ ગેંગરેપ કેસમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હજુ એક હાર્દિક નામનો આરોપી ફરાર છે જેની શોધખોળ પોલીસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે શનીવારે અન્ય બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે શનિવારે બંને આરોપીઓના ડીએનએ ટેસ્ટ કરવાની પણ તજવીજ હાથધરી હતી. જોકે, આ કેસમાં અન્ય એક આરોપી પણ હજી ફરાર રહેતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion