(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડનો આક્ષેપ, ક્યા વિભાગની ભરતીમાં એક જ ગામના 17 લોકોને મળી નિમણૂક ? જાણો શંકાસ્પદોનાં નામ
યુવરાજસિંહે આક્ષેપ કર્યો કે, છેલ્લા વર્ષોમાં ઊર્જા વિભાગ દ્વારા કરવામાં આવેલ ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે અને અત્યારે પણ ભરતીમાં કૌભાંડ ચાલી રહ્યું છે.
ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પરિષદ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્ક પેપર લીક કેસનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે આ કૌભાંડને ખુલ્લુ પાડનારા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક ભરતી કૌભાંડનો આક્ષેપ કર્યો છે.
યુવરાજસિંહે આક્ષેપ કર્યો કે, છેલ્લા વર્ષોમાં ઊર્જા વિભાગ દ્વારા કરવામાં આવેલ ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે અને અત્યારે પણ ભરતીમાં કૌભાંડ ચાલી રહ્યું છે. તેણ કહ્યું કે, UGVCL, DGVCL, GETCO ની ભરતીમાં કૌભાંડ ચાલી રહ્યું છે. ઊર્જા વિભાગની ભરતીના કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી જિલ્લાનું બાયડ છે. આ ભરતીમાં એક જ ગામના 18 વિદ્યાર્થીઓને નિમણૂક મળી ચે. આ રીતે એક જ ગામના વિદ્યાર્થી પાસ થાય એ શક્ય નથી.
યુવરાજે આક્ષેપ કર્યો કે, આ કૌભાંડ ઓનલાઈન આચરવામાં આવેલું અને 2021ની ભરતીમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ રીતે ભરતીમાં પાસ થનારા હવે સિસ્ટમ ના ભાગ છે. યુવરાજસિંહે દાવો કર્યો કે, અમારી ટીમને કોઈ પણ જાતિ, જ્ઞાતિ કે અધિકારી માટે રાગ દ્વેષ નથી પણ છેલ્લા વર્ષો માં ઊર્જા વિભાગ દ્વારા કરવામાં આવેલ ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે અને અત્યારે પણ ચાલી રહ્યું છે કે જે યુવાનોના હિતમાં નથી તેથી આ કૌભાંડ બહાર પાડ્યું છે.
યુવરાજે આ ભરતી કૌભાંડમાં કોણ કોણ સામેલ છે તેમનાં નામ પણ આપ્યાં હતાં.
આ પૈકી નીચેના લોકો વચેટિયા હોવાનો દાવો તેમણે કર્યો છે.
- અવધેશ પટેલ (ધનસુરા બાયડ, શિક્ષક)
2. અરવિંદ પટેલ
3. પ્રજાપતિ
4. શ્રીકાંત શર્મા (વડોદરા
Online examination body nsc It ના સંપર્ક માં છે - અજયપટેલ(બાયડ) જેની ભૂમિકા હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં જોવા મળી છે
5. હર્ષદ નાઈ (શિક્ષક)
આ ઉપરાંત નીચેનાં લોકોનાં નામ પણ તેણે આપ્યાં છે. - ધવલ પટેલ
2. કરુષણ પટેલ
3. હિતેશ પટેલ
4. રજનીશ પટેલ
5. પ્રિયમ પટેલ
6. આંચલ પટેલ
7. રાહુલ પટેલ (પતિ પત્ની)
8.પ્રદીપ પટેલ
9.કાંતિ પટેલ
10. જીગિશા પટેલ
11. ધ્રુવ પટેલ લાભાર્થી