શોધખોળ કરો

Heart Attack Death: અમદાવાદમાં હાર્ટઅટેકે વધુ એકનો લીધો ભોગ, બુક બાઇન્ડિંગ કરતા ઢળી પડ્યાં, જુઓ ઘટનાનો વીડિયો

અમદાવાદમાં વધુ એક વ્યક્તિ ધબકાર ચૂકી ગઇ. જી હા અમદાવાદ શહેરમાં હાર્ટ એટેકથી એક વ્યક્તિનું મોત થયું છે. 40 વર્ષીય હસમુખ પંચાલ બુક બાઇન્ડિગ કરતા દુકાનમાં અચાનક ઢળી પડ્યાં

Heart Attack Death:રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે.  ભાવનગર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં 5 લોકોએ હાર્ટ અટેકથી જિંદગી ગુમાવી તો  તો અમદાવાદમાં એક દુકાનદારને હાર્ટ અટેક આવતા મોત થયું

અમદાવાદમાં વધુ એક વ્યક્તિ ધબકાર ચૂકી ગઇ. જી હા અમદાવાદ શહેરમાં  હાર્ટ એટેકથી  એક વ્યક્તિનું મોત થયું છે. 40 વર્ષીય હસમુખ પંચાલ નામના વ્યક્તિ તેમની દુકાનમાં આજે બુક બાઇડિંગનું કામ કરતા હતા. આ  કામગીરી દરમિયાન બેઠા બેઠા જ તેમને અટેક આવતા તેઓ ઢળી પડ્યાં. હાર્ટ અટેકથી મોતની ઘટના સીસીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.  

 

તો બીજી તરફ હાર્ટ અટેકના કારણે ગઇકાલે  ભાવનગરના 17 વર્ષિય વિજય ચૌહાણનું મોત થયું હતું. ભાવનગરમાં ફરી એક વખત 17 વર્ષના કિશોરનું ધબકતું હૃદય બંધ થયું છે,વિજય ચૌહાણ નામનો માત્ર 17 વર્ષનો કિશોર રાત્રે 10 વાગ્યે સુઇ ગયો હતો, પરંતુ ઊંઘમાં જ તેમને હાર્ટ અટેક આવી જતાં તે સૂતા બાદ જાગ્યો જ નહી. તેમને બેભાન અવસ્થામાં જોઇને ભાવનગરના માઢીયા ગામેથી 108 દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પરિવારની હાજરીમાં ટૂંકી સારવાર બાદ હાર્ટ અટેકના હુમલા થી આ વિજય ચૌહાણનું અવસાન થયું હતું. નવ યુવાનના અચાનક મોતથી પરિવાર સ્તબ્ધ છે. મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

વનગરમાં જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં 5 લોકોનો ભોગ હાર્ટ અટેકે લેતા હાહાકાર મચી ગયો છે.

ભાવનગરના રત્નાબેન વાઘેલા નામના 26 વર્ષીય પરિણીત મહિલાનું વરતેજ પાસે પોતાના વાડીએ અચાનક બેભાન થઈ જતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન હાર્ટ અટેક ના કારણે મોત થયું છે.

તો બીજી તરફ કુરેશી ભારવાડા મોતી તળાવ વાળા સિહોર તાલુકાના અગિયાળી ગામે આવેલ દરગાહમાં ઈબાદત કરી રહ્યા હતા તે સમયે હનીફ ભાઈને હાર્ટ અટેક આવતા તેમનું મોત થયું છે

ભાવનગરના શહેરના કરચલીયા પરા વિસ્તારમાં શિવજીભાઈ વાજા કે જેઓ  પોતાની પાનની દુકાનમાં બેઠા હતા તે સમયે હાર્ટ અટેક આવતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું છે.

ભાવનગરના સનેસ ગામે ગભાભાઈ વડલીયાને  અચાનક જ છાતીમાં દુખાવો થતા હાર્ટ અટેકના કારણે અવસાન થયું છે.ભાવનગર શહેરના પીછાલા વિસ્તારમાં રહેતા 45 વર્ષિય  હિતેશભાઈ તુવેરને રાત્રિના સમયે પોતાના ઘરે સુઈ રહ્યા હતા એ દરમિયાન હાર્ટઅટેકના કારણે  મોત થયું છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget