શોધખોળ કરો

Ahmedabad:ચંડોળા વિસ્તારમાં આજે ફરી મોટું ડિમોલિશન, અઢી લાખ ચોરસ મીટર જગ્યા પર ફરશે બુલડોઝર

Ahmedabad News: અમદાવાદમાં ડિમોલિશન પાર્ટ 2ની કવાયત માટે તંત્ર સજ્જ છે. 20 મેથી એટલે કે આજે અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ફરી એકવાર મોટાપાયે ડિમોલિશન હાથ ઘરાશે. બાકી રહેલા અઢી લાખ ચોરસમીટરમાં ગેરકાયદે ઝુંપડા પાડી દેવામાં આવશે. સર્વે અનુસાર હાલ સુધી 8100 કાચા મકાનનો સર્વે પૂર્ણ કરાયો છે.

Ahmedabad News: અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ  ગેરકાયદે ઘૂસણખોરી કરીને વસેલા બાંગ્લાદેશીના બાંધકામ પર આજે ફરી બુલડોઝર ફરશે, 20 મે એટલે કે આજે ફરી ચંડોળા તળાવની આસપાસ મોટાપાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે, જે અંતગર્ત અઢી લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરવાનું પ્લાનિંગ છે.અંદાજે 1800 થી 1900 જેટલા મકાનના સર્વેનું કારમ પૂર્ણ થઇ થયું છે. ડીમોલિશન દરમિયાન અને બાદની કામગીરી માટે અધિકારીઓને જવાબદારીઓ સોંપાઈ છે. તમામ ડેપ્યુટી કમિશનરોને  અને સાત ઝોનના એસ્ટેટ ઓફિસર,ફાયર ઓફિસર અને આરોગ્ય વિભાગને  કામગીરી સોંપાઇ છે. 20 મેથી પાર્ટ-2 ડિમોલિશન હાથ ધરવા માટે 18 મે સુધી સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યાં હતા. ડિમોલિશન પાર્ટ-2 માં બાકીના અઢી લાખ ચોરસ મીટર વિસ્તારના દબાણો પર બુલડોઝર ફેરવાનું પ્લાનિંગ છે.ઉલ્લેખનિય છે કે, 29 એપ્રિલે વહેલી સવારથી ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામા આવી હતી.

અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે.  નોંધનીય છે કે, ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ બનાવી લીધી છે. છેલ્લા 14 વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. ચંડોળા તળાવ નજીક ગેરકાયદે આવેલા અને  વસતા બાંગ્લાદેશી સામે તંત્રએ ક્લિન ઓપરેશન હાથ ધર્યું છે. બાંગ્લાદેશીના મકાન સહિતના બાંધકામ તોડી પાડવા માટે અમદાવાદમાં આજે મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતુ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીને ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઈવ તરીકે ગણવામાં આવી રહી છે. લોકો AMCની કાર્યવાહીને 'મિની બાંગ્લાદેશ' પર 'બુલડોઝર સ્ટ્રાઇક ' તરીકે જોઈ રહ્યા છે. AMC, પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 'ઓપરેશન ક્લીન' નામ હેઠળ આ ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે..

શું છે અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવનો ઈતિહાસ 
અમદાવાદનો ચંડોળા વિસ્તાર પહેલા અશાવલ નામે ઓળખાતો હતો. આશાવલના સમયે સિંચાઈ, પાણીના સંગ્રહ માટે મહત્વનું હતું. ખેતી અને પશુપાલન માટે ચંડોળામાંથી પાણી પૂરું પડાતું હતું. અહમદ શાહના સમયે ચંડાળાનો ઉપયોગ શાહી બગીચા માટે થયો હતો. મુગલ, મરાઠાઓએ તળાવનો ઉપયોગ સિંચાઈ, પીવાના પાણી માટે કર્યો હતો. બ્રિટિશ શાસનમાં શહેરની વધતી વસતીને પાણી આપવા માટે આ તળાવનો ઉપયોગ થયો હતો. બ્રિટિશ કાળમાં તળાવની જાળવણી ન થઈ અને જમીન પર બાંધકામો થયા હતા. 1930માં દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ તળાવ નજીક આરામ કર્યો હતો. 1970-80માં ઔદ્યોગિક વિકાસને કારણે ગેરકાયદે વસાહતો બની ગઈ. 1970-80માં મોટા પાયે તળાવની જમીન પર અતિક્રમણ વધ્યું. અત્યારે હાલ પર તળાવ પર મોટા પાયે દબાણ થયેલું છે.
  
ઐતિહાસિક મહત્વ ધરાવતા અમદાવાદના ચંડોળા તળાવમાં 1970-1980ના દાયકાથી જ સ્થળાંતર અને વસાહતો શરૂ અને ધીરે ધીરે ગેરકાયદે દબાણો થવા લાગ્યા. આજે એક અંદાજ મુજબ સવા લાખ ચોરસ મીટર જગ્યામાં ગેરકાયદે બાંધકામો બની ગયા છે. આ દબાણોને કારણે સરકારને છેલ્લા 14 વર્ષમાં અંદાજિત 500 કરોડથી વધુનું નુકસાન ગયું છે. અમદાવાદનું ચંડોળા તળાવ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત માટે ટોક ઓફ ટાઉન રહ્યું છે. તળાવમાં થયેલા દબાણો, ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ઘૂષણખોરોના આશ્રયસ્થાનને કારણે તે ચર્ચામાં રહે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Embed widget