Demolition: રાજકોટમાં મેગા ડિમોલિશન, હત્યા-ચોરી-લૂંટફાટના આરોપીઓના બાંધકામો તોડી પડાયા
Rajkot Demolition Drive: રાજકોટમાં આજે નવા 150 ફૂટ રિંગ રોડ પર મેગા ડિમૉલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, 38 આરોપીના 60 ગેરકાયદે બાંધકામ પર બૂલડૉઝર એક્શન શરૂ કરવામાં આવ્યુ છે

Rajkot Demolition Drive: રાજ્યમાં મેગા ડિમૉલિશનની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે, આજે રાજકોટમાં મોટા પાયે દબાણો હટાવવામાં આવી રહ્યાં છે. શહેરના 150 ફૂટ રિંગ રૉડ પર આવેલા 38 આરોપીઓના 60 જેટલા ગેરકાયદે દબાણોને હટાવવામાં આવ્યા છે. હત્યા, ચોરી, લૂંટફાટના આરોપીઓના બાંધકામો પર દાદાનું બૂલડૉઝર ફરી વળ્યુ છે. 2610 ચોરસ મીટર જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે. કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે 50 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા, સાથે વહીવટી તંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.
રાજકોટમાં આજે નવા 150 ફૂટ રિંગ રોડ પર મેગા ડિમૉલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, 38 આરોપીના 60 ગેરકાયદે બાંધકામ પર બૂલડૉઝર એક્શન શરૂ કરવામાં આવ્યુ છે. આરોપીઓના ગેરકાયદે અડ્ડા જમીનદોસ્ત કરવાની કામગીરી શરૂ કરાઇ છે. હત્યા, ચોરી, લૂંટના આરોપીઓએ ગેરકાયદે બાંધકામ કરી દીધુ હતુ, બૂલડૉઝર ફેરવીને આજે 2610 ચોરસ મીટર જગ્યા પરના દબાણો તોડી પાડવામાં આવ્યા છે. 6.52 કરોડની કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ડિમૉલિશનને લઈને 50 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, આમાં DCP, ACP સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યાં હતા. આ કાર્યવાહી શહેરના વિવિધ વિસ્તારોમાં એક સાથે હાથ ધરવામાં આવી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ડિમોલિશનની કાર્યવાહીમાં કુલ 2610 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. આ જમીનની અંદાજિત કિંમત 6 કરોડ 52 લાખ 50 હજાર રૂપિયા જેટલી આંકવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ આરોપીઓએ ગુનાની પ્રવૃત્તિઓ દ્વારા કમાયેલા નાણાંથી આ ગેરકાયદેસર બાંધકામો કર્યા હતા. આવા ગુનેગારોને કાયદાનો ડર રહે અને સમાજમાં એક દાખલો બેસે તે માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીને લોકોએ આવકારી છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવા બદલ પોલીસની પ્રશંસા કરી છે.





















