Passport: શનિવારે પણ હવે મળશે પાસપૉર્ટ સેવાઓ, લોકોના ધસારાને ધ્યાનમાં રાખીને ઓફિસે લીધો મોટો નિર્ણય, જાણો
છેલ્લા અમુક મહિનાઓથી પાસપોર્ટ ઈસ્યુ કરવા અને રીન્યુઅલ માટેની અરજીઓ ની સંખ્યા ખાસી વધી છે.
Passport: કોરોના મહામારી બાદ પાસપોર્ટ સેવાઓ લેવા માટે લોકોનો ઘસારો વધ્યો છે. રીજનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદ અને પાસપોર્ટ સેવા કેન્દ્ર પર આવેદકોની સંખ્યા બમણી થઈ છે... અરજીઓનો ધસારો વધતા રિજનલ પાસપોર્ટ ઓફિસે શનિવારે પણ પાસપોર્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્ર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
છેલ્લા અમુક મહિનાઓથી પાસપોર્ટ ઈસ્યુ કરવા અને રીન્યુઅલ માટેની અરજીઓ ની સંખ્યા ખાસી વધી છે. ફ્રેશ પાસપોર્ટ ઈશ્યૂ કરાવવા અને પાસપોર્ટ રિન્યુઅલ ની અરજીમાં બમણો વધારો થયો છે... જેના કારણે શનિવારે પણ પાસપોર્ટ ઓફિસ ચાલુ રાખવા અંગે નિર્ણય લેવાયો છે...આ સાથે જ તત્કાલ પાસપોર્ટ સેવા ની અપોઈન્ટમેન્ટ માં પણ વધારો કરવામાં આવશે... હાલ લેવાથી અપોઇન્ટમેન્ટમાં આશરે 24% જેટલી અપોઈન્ટમેન્ટ તત્કાલ પાસપોર્ટ મેળવવા માટે આવી રહી છે, જે વધારીને 30% સુધી લઈ જવાનો પાસપોર્ટ ઓફિસનો નિર્ધાર છે.. જોકે રીજનલ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાએ લોકોને અપીલ કરી કે જેમને તત્કાલ પાસપોર્ટ ની જરૂર ન હોય અને ત્રણ મહિના બાદ પાસપોર્ટ ની જરૂરિયાત પડવાની હોય તેવા લોકો તત્કાલ પાસપોર્ટ માટે અરજી કરવાના બદલે નિયમિત પાસપોર્ટ મેળવવા માટે અરજી કરે... કે જેથી જે લોકોને ખરેખર તત્કાલ પાસપોર્ટ ની જરૂર છે તેવા લોકોને આ સેવાનો લાભ ઝડપથી મળી શકે.
આ ઉપરાંત આગામી 6 મહિનામાં પાસપોર્ટ સેવામાં ઘણા સુધારા આવનાર છે... જેમાં ડિસેમ્બર સુધીમાં e પાસપોર્ટ પ્રોજેક્ટ સંપૂર્ણપણે અમલી બનાવાશે...નવા બનનાર પાસપોર્ટ ની અંદર ચીપ રાખવામાં આવશે આ ચિપમાં વ્યક્તિની તમામ પ્રોફાઈલ અને ડેટા સુરક્ષિત રીતે રાખવામાં આવશે, જેથી પાસપોર્ટ વધુ સુરક્ષિત બની શકશે અને ઈમિગ્રેશન ને લગતી ફરિયાદો અને તકલીફો નો ઝડપથી નિકાલ આવશે....
પાસપોર્ટ સેવામાં તકનીકી સુધારા ની દિશામાં પણ કામ થઈ રહ્યું છે અને સપ્ટેમ્બર મહિના સુધીમાં રિજનલ પાસપોર્ટ ઓફિસના તમામ ઉપકરણો નવા આવી જશે જેના કારણે પાસપોર્ટ સુવિધા લોકોને ઉપલબ્ધ કરાવવામાં વધુ સરળતા રહેશે.
Global Passport Ranking: ભારતીય પાસપોર્ટની તાકાતમાં થયો મોટો ઘટાડો, આ કારણ પડ્યું ભારે
India's Mobility Score: છેલ્લા એક વર્ષમાં ભારતના પાસપોર્ટની તાકાતમાં ઘટાડો થયો છે. હવે ભારતીય પાસપોર્ટનો મોબિલિટી સ્કોર કોરોના મહામારી પહેલા કરતા પણ ઓછો આવી ગયો છે. આ સાથે શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ભારતનું રેન્કિંગ 06 સ્થાન નીચે આવી ગયું છે.
કોરોના પહેલાનો આ સ્કોર હતો
પાસપોર્ટ ઈન્ડેક્સે એક દિવસ પહેલા તાજી યાદી બહાર પાડી હતી, જે દર્શાવે છે કે ભારતનો મોબિલિટી સ્કોર નીચે આવ્યો છે. આ વર્ષે ઈન્ડેક્સમાં ભારતનો સ્કોર સૌથી વધુ ઘટ્યો છે. હવે એટલે કે માર્ચ 2023માં આ સ્કોર ઘટીને 70 થઈ ગયો છે. કોરોના રોગચાળા પહેલા, વર્ષ 2019 માં તે 71 હતો, અને પછી તે વર્ષ 2022 માં વધીને 73 થઈ ગયો.