PM MODI Gujarat Visit: પીએમ મોદીએ, મોદી ભુવન શિક્ષણ સંકુલને ખુલ્લું મુક્યું, સમાજને આપી આ સલાહ
PM MODI Gujarat Visit: પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે પીએમ મોદી અમદાવાદમાં છે. આ દરમિયાન પીએમ મોદીઓ છારોડી ખાતે મોદી ભુવન શિક્ષણ સંકુલને ખુલ્લું મુક્યું હતું.
PM MODI Gujarat Visit: પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે પીએમ મોદી અમદાવાદમાં છે. આ દરમિયાન પીએમ મોદીઓ છારોડી ખાતે મોદી ભુવન શિક્ષણ સંકુલને ખુલ્લું મુક્યું હતું. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, સમાજના આગેવાનોના દર્શન કરવાની તક મળી છે. ગઈકાલે મોઢેશ્વરીના દર્શન અને આજે સમાજ દેવતાના દર્શન કર્યા. મારા માટે સમાજના ચરણોમાં આવવું અને વંદન કરવા એ ધન્ય ઘડી છે.
#WATCH Live via ANI Multimedia | Prime Minister Narendra Modi speaks at the inauguration of Modi Shaikshanik Sankul, in Ahmedabad, Gujarathttps://t.co/JublXBUxLp
— ANI (@ANI) October 10, 2022
નરહરિ અમીને મને કહ્યું કે, અમારો સમાજ થોડી ક્ષણમાં 100 કરોડ ભેગા કરી દે. અત્યંત નાના સમાજ માટે આ સંકુલ ઉભું કરવું ખૂબ મોટું કામ છે. મોટા સમાજ માટે આ કામ નાનું હશે પણ મોદી સમાજ માટે આ કામ મોટું હતું. ટાઈમ ટેબલ પ્રમાણે કામ ન થયું પણ છતાંય જીદ છોડી નહિ અને લક્ષ્ય છોડ્યું નહિ. દુનિયામાં ક્યાંય અભ્યાસ કરો અને ભારતમાં ક્યાંય અભ્યાસ કરો એ જ સમાજ આગળ આવ્યો જેણે શિક્ષણને મહત્વ આપ્યું. એક સમય હતો કે આપણા સમાજમાંથી બનેલા તલાટી પણ કલેકટર લાગતા. ડોકટર અને ઈજનેર તો માંડ માંડ જોવા મળતા.
કોઈ પણ કામ કરવાના બદલે શિક્ષણ વ્યવસ્થાનું કામ કર્યું તે દિશા સાચી છે. આપણા સમાજની કોઈ નોંધ લેવાતી ન હતી. ગુજરાતના ઇતિહાસમાં મોદી સમાજ કોઈને નડ્યો નથી જે ખૂબ મોટા ગૌરવની વાત છે. આજે દક્ષિણ ગુજરાત, મહેસાણા ઉત્તર ગુજરાતના મોદી સમાજના લોકો એકસાથે છે. સમાજ સંગઠિત હોય પણ રાજકીય કાવાદાવા માટે નહીં. મારે વ્યક્તિગત રૂપે સમાજનું ઋણ સ્વીકારવું છે. કોઈએ નોંધ લીધી હશે કે નહીં મને ખબર નથી. પણ આ જ સમાજનો દીકરો લાંબામાં લાંબો સમય સીએમ રહ્યો. આ જ સમાજનો દીકરો દેશનો પીએમ બે વાર બન્યો. મારા લાંબા ગાળાના વહીવટ અને જવાબદારીઓ વચ્ચે સમાજનો એક પણ વ્યક્તિ મારી પાસે આવ્યો નથી.
સમાજે મને એક રીતે મને ટેકો આપ્યો. મારુ કુટુંબ પણ મારાથી દૂર રહ્યું એટલે જ સમાજને આપણે નડ્યા નહિ એમ મારે પણ નડવું ન પડે. મોદી સમાજના આગેવાનોને પીએમ મોદીએ સલાહ આપી. બાળકના સ્કિલ ડેવલપમેન્ટને પારખવા પ્રયાસ કરજો. 10 કે 12 બાદ ગ્રેજ્યુએટ ન થાય તો સ્કિલ ડેવલપમેન્ટનો કોર્સ કરાવજો. ડીગ્રી વાળા કરતા હુનર વાળાની તાકાત વધવાની છે. સિંગાપુરના પીએમએ મને આમંત્રણ આપ્યું હતું. હું સિંગાપોર ગયો ત્યાં મેં ITI જોઈ ખૂબ ભવ્ય બનાવી હતી. તપાસ કરતા ખબર પડી કે આ ITI માં વૈભવી પરિવારના લોકો જ આવે છે. આપણા સમાજે કોઈના માટે ખોટું નથી કર્યું. આજે હું જોઉં છું કે અનેક મહાનુભાવો નીચે બેઠા છે કે સ્ટેજ ઉપર બેસવાના હકદાર છે. અહીં પહોચતા કોઈ અગવડ પડી હોય તો તેના માટે ક્ષમા માગું છું.