PM મોદીએ અમદાવાદમાં રોડ શો માટે બનાવડાવી ખાસ ટોપી, જાણો ટોપી પર ગુજરાતીમાં શું લખ્યું?
PM Modi Road Show in Ahmedabad : રોડશો દરમિયાન વડાપ્રધાન મોદીએ અનોખી ભગવા ટોપી પહેરી છે. તેમની સાથે રહેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ એવી જ ટોપી પહેરી છે.
Ahmedabad : દેશના પાંચ રાજ્યોની વિધાનસસભા ચૂંટણીના પરિણામના બીજા દિવસે આજે 11 માર્ચે અમદાવાદમાં ભવ્ય રોડશો કર્યો. આ રોડ શો પીએમ મોદીના અમદાવાદ એરપોર્ટ પર આગમન સાથે શરૂ થયો અને ગાંધીનગરના કોબા ખાતે આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પૂર્ણ થયો. વડાપ્રધાન મોદી જ્યાં જાય ત્યાં તેમના પોશાકની ચર્ચા જરૂરથી થાય છે. અમદાવાદ રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદીએ કેસરી ટોપી પહેરી હતી.
પીએમ મોદીની ટોપી પર શું લખ્યું છે ?
અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર કમલમ સુધી વડાપ્રધાન મોદીએ ખુલ્લી જીપમાં ઉભા રહી રોડશો કર્યો. રોડશો દરમિયાન વડાપ્રધાન મોદીએ સુભાષ ચંદ્ર બોઝ સ્ટાઇલની કેસરી ટોપી પહેરી હતી. આ ટોપી પર આગળની બાજુ ભારતીય જાણતા પાર્ટીના ચિહ્ન કમલનું નિશાન હતું તેમજ પાછળની બાજુ ગુજરાતીમાં ભાજપ લખ્યું હતું. વડાપ્રધાન મોદીની આ ભગવા ટોપી અનોખી લાગી રહી હતી. આ કેસરી ટોપી ખાદીમાંથી બનાવેલી હોય એવું દેખાઈ રહ્યું છે.
નેતાઓ-કાર્યકર્તાઓએ પણ ભગવા ટોપી પહેરી હતી
રોડશો દરમિયાન વડાપ્રધાન મોદીએ અનોખી ભગવા ટોપી પહેરી હતી. રોડશો દરમિયાન તેમની સાથે જીપમાં રહેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ એવી જ ટોપી પહેરી હતી. તો ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને અન્ય નેતાઓ તેમજ કાર્યકર્તાઓએ પણ આ ભગવા ટોપી પહેરી હતી.
વારાણસી રોડશોમાં પણ પહેરી હતી ભગવા ટોપી
આ પહેલી વાર નથી કે પીએમ મોદીએ આવી કેસરી ટોપી પહેલી વાર પહેરી હોય. પીએમ મોદીએ ઉત્તરપ્રદેશ ચૂંટણીના અંતિમ તબક્કા પહેલા વારાણસીમાં પ્રચાર દરમિયાન કરેલા રોડશોમાં પણ આ જ પ્રકારની કેસરી ટોપી પહેરી હતી.